જામનગરમાં સ્વામીનારાયણ નગરમાં રહેતાં અને કાશી વિશ્વનાથ મંદિર સામે આવેલી દયાશંકર બ્રહ્મપુરી ખાતે રૂદ્ર દાંડિયા ક્લાસ ચલાવતા નિરવ અગ્રાવત નામનાં ૩૬ વર્ષનાં યુવાને કાલે સોમવારે બપોરે આપઘાત કરી લીધો હોવાનું જાહેર થતાં સમગ્ર શહેરમાં યુવાવર્ગ માં ચકચાર મચી ગઈ હતી. આપઘાત પાછળ કયું કારણ હતું ? તે જાણવા પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર વિગતો બહાર આવી નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો