મુખ્ય સામગ્રી પર જાઓ

સાંસદ પૂનમબેન માડમ શિવભજન તથા ઢોલના નાદે મહિલાઓ સાથે ગરબે રમ્યા

    જામનગર થી 30 કિ.મી દૂર આવેલ ગજણા ગામમાં  ભોળેશ્વર મહાદેવ પૌરાણિક મંદિર આવેલું છે ત્યાં શ્રાવણ માસમાં દર સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો જામનગર થી પદયાત્રા કરીને જાય છે.

    શ્રાવણ માસનો છેલ્લો સોમવાર હોય અને જામનગર થી ભોલેશ્વર મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પદયાત્રીઓ પહોંચ્યા હતા  ત્યારે  શિવભક્તો પદયાત્રા કરીને જતા હોય છે તે દરમિયાન સેવાકીય કેમ્પ યોજવામાં આવે છે જ્યારે દર સોમવારે ભવ્ય કેમ્પ યોજવામાં આવે છે .  સરદાર બાગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ પાસે કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં જામનગરના સાંસદ પણ આરતીમાં જોડાયા હતા ત્યાં બાદ પદયાત્રીઓને પ્રસાદ આપી સેવાકીય કાર્યમાં લાભ લીધો હતો તેમ જ પદયાત્રીઓ જતા હતા ત્યારે કેમ્પમાં મહિલાઓ સાથે જામનગરના સાંસદ પૂનમબેન માડમ શિવમયી વાતાવરણમાં ગરબે રમ્યા હતા.
જામનગર થી ભોળેશ્વર જતા સમગ્ર રસ્તે પણ શિવ ભજન અને હર હર મહાદેવના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને સમગ્ર વાતાવરણ શિવમય બની ગયું હતું.

    શિવભક્તો દ્વારા પ્રસાદ માં ફરાળ , ડ્રાયફુટ અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં સાંસદ પૂનમબેન માડમ તેમજ કેમ્પના આયોજક ભાવેશભાઈ ગાગીયા , બાદશાહ ભાઈ,  પ્રવીણભાઈ કટેશીયા, હિરેનભાઈ કાનાણી, ચમનભાઈ સહિતના આયોજકે તેમજ સ્વયંસેવકો દ્વારા શિવ પદયાત્રીઓ માટે ફરાળ પ્રસાદી પાણી ની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે સરદાર બાગ ઇન્ડસ્ટ્રીયલ હબ ચંગા નજીક બાદશાહ સર્કલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં સાંસદ પૂનમબેન માડમ વિપક્ષ નેતા આનંદ રાઠોડ સહિતના સામાજિક રાજકીય લોકો પણ  પદયાત્રીઓ માટે સેવાકીય કાર્યમાં જોડાયા હતા.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...