મુખ્ય સામગ્રી પર જાઓ

ફિલ્ટર પ્લાન્ટ ની મુલાકાત લેતા વોટર વર્કસ વિભાગના પી.સી. બોખાણી

 

    જામનગર મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે લાલપુર રોડ ખાતે અંડર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટ ની એક્ઝિક્યુટીવ એન્જિનિયર p.c. બોખાણી  દ્વારા  મુલાકાત લેવામાં આવી હતી.

    જામ્યુકો દ્વારા લાલપુર રોડ પંપ હાઉસ ખાતે ચાલતી ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી દ્વારા શહેરીજનોને શુદ્ધ પીવાલાયક પાણી મળી રહેશે આ ફિલ્ટર પ્લાન્ટ 162 લાખ લીટર ની કેપેસીટી ધરાવતો અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ છે આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય વોટર વર્કસ વિભાગના અધિકારી  પી.સી. બોખાણી દ્વારા આ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરીમાં સતત માર્ગદર્શન પૂરું પાડવામાં આવી રહ્યું છે, સમગ્ર શહેરને શુદ્ધ અને પીવાલાયક પાણી નિયમિત રીતે મળી રહે તે માટે અહીં અંડરગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટ ની કામગીરી ચાલી રહી છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...