જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના પ્રસારની ગતિ મંદ પડી છે. શનિવારે ૪૫ નવા પોઝિટીવ કેસ નોંધાયેલા. ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના હોસ્પિટલમાં ૨૨૮ કેસ એકટિવ છે. જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે. જામનગરના યાર્ડમાં મગફળીના સિઝનનો સૌથી વધુ ભાવ શનિવારે રૂા. ૧૪૩૬ (પ્રતિ મણ) રહ્યો. સરકાર રૂા. ૧૦૫૫ ના ટેકાના ભાવે ખરીદવાની છે. સમર્પણ હોસ્પિટલ, જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે શુક્રવારે રાત્રે એક ડમ્પરની ઠોકરે વિશાળ સાઇનબોર્ડ તૂટી પડયું છે. આ ડમ્પરના નંબર જીએસટી ૧૦ ઝેડ ૯૯૯૫ છે. કહે છે, ડમ્પર એકાએક ખૂલી જતાં આ અકસ્માત સર્જાયો હતો દરેડમાં રવિ પ્રોડકટસ નામના કારખાનામાં એક બાળમજૂર મળી આવ્યો છે. શ્રમ અધિકારી ડી.ડી. રામીએ કારખાનેદાર રવિ કેશવભાઇ નકુમ વિરૂધ્ધ ફરયિાદ નોંધાવી છે. જામનગરના એસટી ડેપોમાં છેલ્લાં પાંચ દિવસથી શૌચાલયને તાળું છે. વૃધ્ધો અને મહિલાઓ સહિતના હજારો પ્રવાસીઓ પરેશાન છે. સતાવાળાઓ કહે છે, સેફટીનું સમારકામ ચાલુ છે. કોન્ટ્રાકટર પાસે માલસામાનની પૂરતી સુવિધા નથી તેથી કાબ બંધ છે. ગુજરાતમાં ઓનલાઇન વેપાર (ઇ-કોમર્સ)માં તોલમાપ ખાતા દ્વારા દરોડાનો પ્રથમ કેસ: બે ઇ-કોમર્સ કંપની, પ્રોડકટના ૩ ઉત્પાદક સેલર વિરૂધ્ધ ફરિ...