જામનગરના જલાની જાર વિસ્તારમાં ગરબી ચોક ખાતે છેલ્લાં ૩૨૯ વર્ષથી પુરૂષોની ગરબીનું આયોજન થાય છે. શુક્રવારે સાતમા નોરતે રાત્રે અહીં ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવેલું. આ ગરબી માત્ર પુરૂષો માટે છે જ્યાં છંદોબધ્ધ રીતે દર વર્ષે ઇશ્વર વિવાહનું આયોજન કરવામાં આવે છે. જેમાં પાંચ વર્ષના બાળકથી માંડીને ૯૫ વર્ષ સુધીના વૃધ્ધો શિવ-પાર્વતીના વિવાહનું સુંદર દ્રશ્ય ખડુંં કરે છે. દર વર્ષે યોજાતી આ ગરબીમાં વિવિધ વિસ્તારોમાંથી નગરજનો ઇશ્વરવિવાહ નિહાળવા આવતાં હોય છે પણ હાલ કોરોનાની મહામારી હોય, મર્યાદિત સંખ્યામાં નગરજનોએ આ ઇશ્વરવિવાહનો લાભ લીધો હતો.
આ વિસ્તારના સ્વયંસેવકો જગદીશ દવે, દિપક ત્રિવેદી, મહિધર શુકલ વગેરે આયોજન કરવામાં આવે છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો