મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગર શહેર-જિલ્લામાં કોરોનાના પ્રસારની ગતિ મંદ પડી છે. શનિવારે ૪૫ નવા પોઝિટીવ કેસ નોંધાયેલા. ૪ દર્દીઓના મૃત્યુ થયા છે. કોરોના હોસ્પિટલમાં ૨૨૮ કેસ એકટિવ છે. જિલ્લામાં ૧૧ કેસ નોંધાયા છે.
  • જામનગરના યાર્ડમાં મગફળીના સિઝનનો સૌથી વધુ ભાવ શનિવારે રૂા. ૧૪૩૬ (પ્રતિ મણ) રહ્યો. સરકાર રૂા. ૧૦૫૫ ના ટેકાના ભાવે ખરીદવાની છે.
  • સમર્પણ હોસ્પિટલ, જૂની આરટીઓ ચેકપોસ્ટ ખાતે શુક્રવારે રાત્રે એક ડમ્પરની ઠોકરે વિશાળ સાઇનબોર્ડ તૂટી પડયું છે. આ ડમ્પરના નંબર જીએસટી ૧૦ ઝેડ ૯૯૯૫ છે. કહે છે, ડમ્પર એકાએક ખૂલી જતાં આ અકસ્માત સર્જાયો હતો
  • દરેડમાં રવિ પ્રોડકટસ નામના કારખાનામાં એક બાળમજૂર મળી આવ્યો છે. શ્રમ અધિકારી ડી.ડી. રામીએ કારખાનેદાર રવિ કેશવભાઇ નકુમ વિરૂધ્ધ ફરયિાદ નોંધાવી છે.
  • જામનગરના એસટી ડેપોમાં છેલ્લાં પાંચ દિવસથી શૌચાલયને તાળું છે. વૃધ્ધો અને મહિલાઓ સહિતના હજારો પ્રવાસીઓ પરેશાન છે. સતાવાળાઓ કહે છે, સેફટીનું સમારકામ ચાલુ છે. કોન્ટ્રાકટર પાસે માલસામાનની પૂરતી સુવિધા નથી તેથી કાબ બંધ છે.
  • ગુજરાતમાં ઓનલાઇન વેપાર (ઇ-કોમર્સ)માં તોલમાપ ખાતા દ્વારા દરોડાનો પ્રથમ કેસ: બે ઇ-કોમર્સ કંપની, પ્રોડકટના ૩ ઉત્પાદક સેલર વિરૂધ્ધ ફરિયાદ માત્ર વેબસાઇટ પરતી જ વિગતો પૂરતી ન લેખાય
  • " મો યોજના" તથા " મા વાત્સ્લ્ય" યોજનાને ભારત સરકારની આયુષ્યમાન યોજનામાં મર્જ કરવામાં આવી છે. ત્રણેયમાંથી કોઇ પણ યોજનાના લાભાર્થીને રૂા. પાંચ લાખ સુધીની આરોગ્યસેવાનો લાભ મળશે. ગુજરાતના કુલ ૪ કરોડ લોકોને આ યોજનાનો લાભ મળશે
  • રામેશ્વરનગર, વિનાયક પાર્ક ખાતે મધુરમ સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જૂગારીઓ નરેશ સુમનભાઇ વાણિયા, રાજુ રાજાભાઇ સોલંકી, સરલાબેન નરેશ વાણિયા, મયૂરી દિપકભાઇ જોઇસર તથા નિતાબા કરસનજી સોઢાને ઝડપી લીધાં છે.
  • મોહનનગર આવાસમાં પોલીસે જૂગાર પર દરોડો પાડયો હતો. જૂગારીઓ મિલન શાંતિલાલ મહેતા, સાગર હિતેષભાઇ મહેતા, જયેશ હરીલાલ શાહ, સાગર હિતેષભાઇ મહેતા, આશા ધીરજલાલ કોના, મંજૂ પરેશ ફોફરીયા, મનિષા હરેશભાઇ મહેતાને ઝડપી લીધાં છે.
  • સોયલ ટોલ નાકે જીએસટી ની સ્કવોડે ટ્રાવેલ્સની એક બસમાંથી બ્રાસનો બિલ વિનાનો જથ્થો ઝડપી લીધો છે. બ્રાસપાર્ટસના વેપારીઓ પાસેથી રૂા. ૧૦ લાખની પેનલ્ટી વસૂલવામાં આવી છે. આ ખાનગી બસ ભા ટ્રાવેલ્સની હતી
  • ગુજરાતી ફિલ્મોના ગાયક-સંગીતકાર અને નરેશ કનોડીયાના મોટાભાઇ મહેશ કનોડીયાનું લાંબી બિમારી પછી મૃત્યુ
  • અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આત્મધાતી હુમલામાં ૩૦ લોકોના મોત: આ આત્મધાતી હુમલામાં ૭૦ લોકો ઘાયલ: મૃત્યું આંક વધવાની સંભાવના: મૃત્યુ પામેલાં ૩૦ લોકોમાં સ્કૂલના બાળકોનો પણ સમાવેશ




ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...