મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑગસ્ટ 21, 2022 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

કૃષિમંત્રીએ જામનગર પીજીવીસીએલનાં અધિકારીઓ સાથે બેઠક યોજી

       કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર સર્કિટ હાઉસ ખાતે પીજીવીસીએલના અધિકારીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે બેઠક યોજી હતી. આ બેઠકમાં મંત્રીએ સંબંધિત અધિકારીઓને જામનગર જિલ્લામાં  જે જગ્યાએ ફીડર બદલવાની જરૂર હોય તે બદલાવવા, ટિસી બદલવા અંગે, ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના પ્રશ્નોના નિરાકરણ લાવવા અંગે, સમયાંતરે સબ સ્ટેશનની વિઝિટ કરવી, ઔધોગિક વિસ્તારોમાં વીજળીના પ્રશ્નો ન રહે તેમજ જે જગ્યાએ વીજળીના ફોલ્ટ હોય તેનું તાત્કાલિક નિરાકરણ અર્થે સ્પેશિયલ ટીમ બનાવીને કામગીરી કરવા સૂચનો હાથ ધર્યા હતા. આ બેઠકમાં મંત્રીએ હકારાત્મક અભિગમ દાખવી પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ આવે અને જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે દિશામાં કામગીરી કરવા પીજીવીસીએલનાં ઉપસ્થિત અધિકારીઓને સૂચનો કર્યા હતા.

વિકાસકામોની સમીક્ષા માટે બેઠક યોજતા કૃષિમંત્રી

       કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલે જિલ્લાના વિકાસ કામોની સમીક્ષા અર્થે તમામ ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીના સભાખંડમાં બેઠક યોજી હતી.આ બેઠકમાં મંત્રીએ ઉપસ્થિત અધિકારીઓને હકારાત્મક અભિગમ દાખવી જિલ્લાના વિકાસ કામો સમયમર્યાદામાં પુર્ણ કરવા માટે સૂચનો કર્યા હતા.      આ બેઠકમાં  મુશ્કેલ જણાતા પ્રશ્નો પરત્વે મંત્રીનું અંગત ધ્યાન દોરવા પણ તેમણે ઉમેર્યું હતું. આ બેઠકમાં મંત્રીએ માર્ગ અને મકાન વિભાગ, સિંચાઇ વિભાગ, બાંધકામ વિભાગ, પીજીવીસીએલ, જેટકો, પાણી પુરવઠા વિભાગ, મહાનગર પાલિકા સહિતના વિભાગોના ઉપસ્થિત અધિકારીઓ સાથે જિલ્લાના વિવિધ કામો અંગેની ચર્ચા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતુ.      આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, નિવાસી અધિક કલેકટર  બી.એન. ખેર , પ્રાંત અધિકારીઓ તેમજ જિલ્લા સંકલન સમિતીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

કોર્પોરેશનમાં ખાસ બેઠક યોજતા કૃષિમંત્રી

       જામનગર મહાનગરપાલિકામાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   મનીષ કટારીયા  તથા મ કમિશનર વિજયકુમાર ખરાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  શહેરની સુખાકારી માટેના લગત પ્રશ્નોની ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ ખાસ બેઠકમાં જામનગર શહેર ને લગતી ભૂગર્ભ ગટર ની સમસ્યાઓ  ,સ્ટ્રીટ લાઈટ ,પાણી વિતરણ, બિસ્માર માર્ગો જેવા પ્રશ્નોની જામ્યુકોના અધિકારીઓ સાથે વિચારણા કરી તાકીદે શહેર ના વિકાસ ને લગત સમસ્યાઓનું નિરાકરણ થાય તેવા સૂચનો પાઠવવામાં આવ્યા હતા.      જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ હોલમાં મળેલી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતા માં આ ખાસ બેઠકમાં શહેરના સંગમ પાર્ક વિસ્તારમાં રસ્તા પર ઉગેલા બિનજરૂરી બાવળને દૂર કરવાની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા તથા પ્રાઇવેટ પ્લોટ માં આવતા બિનજરૂરી બાવળો ને દુર કરવા માટેની નોટિસો પાઠવવા  સોલિડવેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર  મુકેશ વરણવા ને સૂચના આપવામાં આવી હતી, શહેરના ખીમલીયા, પેટાપરા, વોર્ડ નંબર 11 ના વિસ્તારો તેમજ વોર્ડ નંબર 6ના વિ...

દ્વારકા પોલીસે આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી લીધી

     દ્વારકા SOG તથા LCB ની ટીમે યાત્રાધામ દ્વારકા ખાતેથી એક આંતરરાજ્ય ચોર ટોળકીને ઝડપી લીધી છે. આ ટોળકીમાં ૬ પુરુષ અને ૨ મહિલા આરોપીઓ છે. આ ટોળકી પાસેથી પોલીસે રૂ. ૧,૯૭,૦૦૦ નો ચોરીનો મુદ્દામાલ કબજે લીધો છે.  જેમાં રૂ. ૧,૫૮,૦૦૦ ની રોકડ અને રૂ. ૩૯,૦૦૦ ની કિંમતનાં ૮ મોબાઈલ ઉપરાંત જુદી જુદી બેંકોનાં ATM કાર્ડ નો સમાવેશ થાય છે. આ ટોળકીએ જુદાં જુદાં રાજ્યોમાં ચોરીઓ કરી હોવાની કબૂલાતો આપી છે.      આરોપીઓએ કરેલી કબૂલાતો મુજબ, દ્વારકાધીશ મંદિર ખાતેથી ૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન કુલ રૂ. ૪,૬૮,૦૦૦ ની ચોરી થઇ હતી.      દેવભૂમિ દ્વારકાની ક્રાઈમ બ્રાન્ચના પીઆઇ કે કે ગોહિલ તથા એસઓજી નાં ઇન્ચાર્જ પીઆઇ પીસી શીંગરખિયા નાં માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ગરચર તથા પીએસઆઇ દેવમુરારીની ટીમોએ આ ટોળકીને ઝડપી લીધી હતી.  

જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીને આવકારતા સ્થાનિક મહાનુભાવો

       મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે જઈ રહ્યા હતાં ત્યારે તેઓએ પોતાના પ્રવાસ દરમિયાન જામનગર એરપોર્ટ ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું. જયાં ધારાસભ્યો  આર.સી.ફળદુ તથા ધર્મેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, ડેપ્યુટી મેયર  તપનભાઇ પરમાર, જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારઘી, કમિશ્નર  વિજય ખરાડી, જિલ્લા પોલીસવડા  પ્રેમસુખ ડેલુ, શહેર ભાજપ પ્રમુખ  ડો. વિમલભાઈ કગથરા, શાશક પક્ષના નેતા  કુસુમબેન પંડ્યા, દંડક  કેતનભાઈ ગોસરાણી, મહામંત્રી  મેરામણ ભાટુ તથા  વિજયસિંહ જેઠવા,  પ્રાંત અધિકારી  આસ્થા ડાંગર સહિતના મહાનુભાવોએ મુખ્યમંત્રીને આવકારી તેઓનું ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

જન્માષ્ટમી પર્વ નિમિત્તે મટકીફોડ કાર્યક્રમો

     જામનગરમાં લીમડાલાઈન વિસ્તારમાં આવેલા શ્રી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે શ્રધ્ધાળુઓ દ્વારા ભજન-સત્સંગનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ સૌએ મટકીફોડ કાર્યક્રમ માં ઉમંગભેર ભાગ લીધો હતો.      જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નં ૧૧ ખાતે ગોપી સત્સંગ મંડળ ચલાવવામાં આવે છે. આ મંડળના બહેનો દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં નાની બાળાઓએ ભાગ લીધો હતો.  

જામનગરમાં જન્માષ્ટમી લોકમેળામાં માનવ મહેરામણ

     છોટી કાશી જામનગરનાં જન્માષ્ટમી લોકમેળામાં દરરોજ હજારો લોકો આવે છે. જામનગર ઉપરાંત દ્વારકા જિલ્લાના લોકો પણ આ મેળો માણે છે. સવારથી શરૂ કરીને મોડી રાત્રિ સુધી લોકમેળામાં રંગત જામે છે. તંત્રો દ્વારા જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એસપી દ્વારા પણ લોકમેળાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણજન્મની વિશાળ શોભાયાત્રા

       જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણજન્મની વિશાળ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી પ્રસ્થાન પામી હતી. કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ સહિતની સંસ્થાઓએ વિવિધ ફ્લોટસ જોડ્યા હતા . કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો શોભાયાત્રા ના પ્રારંભે જોડાયા હતાં. શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ માં જોડાનાર યુવકોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી.       આ કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર થી પ્રારંભ થઈ હવાઈ ચોક ખાતે પહોંચી હતી જ્યાં ધજારોહણ અને શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ સેન્ટ્રલ બેન્ક રોડ ઉપર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યાંથી સેન્ટ્રલ બેન્ક પાસે  એચ જે લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને  વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, દુર્ગાવાહિની દ્વારા મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું....

સુપ્રીમ કોર્ટે જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિરુદ્ધની જાહેર હિતની અરજી ફગાવી

     રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સમર્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (GZRRC) દ્વારા જામનગર નજીક સ્થપાઈ રહેલા પ્રાણીસંગ્રહાલયના અનેક પાસાઓ પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી છે.      આ પિટિશન એક એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં પ્રાણી સંગ્રહાલયની સ્થાપનાને પડકારવામાં આવી હતી અને તેણે GZRRC દ્વારા ભારતમાં અને વિદેશમાંથી પ્રાણીઓ લાવવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ GZRRCના ઓપરેશન્સ અને મેનેજમેન્ટની તપાસ કરવા માટે SITની રચના કરવાની પણ માંગ કરી હતી. પિટિશનમાં ભારત અને વિદેશમાંથી GZRRCમાં પ્રાણીઓના સ્થળાંતર અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જાહેર હિતની અરજીમાં GZRRCના અનુભવ અને ક્ષમતા ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. GZRRCએ તેનો વિગતવાર જવાબ રજૂ કર્યા પછી કોર્ટે 16 ઓગસ્ટ 2022ના રોજ આ અંગેની સુનાવણી હાથ ધરી અને GZRRC સામે ઉઠાવવામાં આવેલી તમામ દલીલોને નકારી કાઢી અરજીને ફગાવી દીધી છે.      સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમે GZRRC વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. અમે પ્રાણીઓના ક...