મુખ્ય સામગ્રી પર જાઓ

કોર્પોરેશનમાં ખાસ બેઠક યોજતા કૃષિમંત્રી

 


    જામનગર મહાનગરપાલિકામાં કેબિનેટ મંત્રી રાઘવજી પટેલનાં અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન   મનીષ કટારીયા  તથા મ કમિશનર વિજયકુમાર ખરાડી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.  શહેરની સુખાકારી માટેના લગત પ્રશ્નોની ખાસ સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ ખાસ બેઠકમાં જામનગર શહેર ને લગતી ભૂગર્ભ ગટર ની સમસ્યાઓ  ,સ્ટ્રીટ લાઈટ ,પાણી વિતરણ, બિસ્માર માર્ગો જેવા પ્રશ્નોની જામ્યુકોના અધિકારીઓ સાથે વિચારણા કરી તાકીદે શહેર ના વિકાસ ને લગત સમસ્યાઓનું નિરાકરણ થાય તેવા સૂચનો પાઠવવામાં આવ્યા હતા.

    જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ હોલમાં મળેલી કેબિનેટ મંત્રીની અધ્યક્ષતા માં આ ખાસ બેઠકમાં શહેરના સંગમ પાર્ક વિસ્તારમાં રસ્તા પર ઉગેલા બિનજરૂરી બાવળને દૂર કરવાની સમસ્યાનું તાકીદે નિરાકરણ લાવવા તથા પ્રાઇવેટ પ્લોટ માં આવતા બિનજરૂરી બાવળો ને દુર કરવા માટેની નોટિસો પાઠવવા  સોલિડવેસ્ટ વિભાગના કાર્યપાલક ઇજનેર  મુકેશ વરણવા ને સૂચના આપવામાં આવી હતી, શહેરના ખીમલીયા, પેટાપરા, વોર્ડ નંબર 11 ના વિસ્તારો તેમજ વોર્ડ નંબર 6ના વિસ્તારો તિરૂપતિ સોસાયટી પુષ્પા પાર્ક, સંગમ સોસાયટી સહિતના વિસ્તારોમાં નર્મદાનું પાણી સુચારુ રીતે પહોંચે તથા પાણી વિતરણ વ્યવસ્થા જળવાય રહે તે માટેના વોટર વર્કસ વિભાગના નાયબ ઇજનેર  નરેશ પટેલ ને સૂચના આપવામાં આવી હતી , શહેરના વોર્ડ નંબર 6 માં સ્ટ્રીટલાઇટના પ્રશ્નો તથા નવા વીજપોલ ઊભા કરવા તેમજ નવી સ્ટ્રીટલાઇટો જરૂરિયાત મુજબ નાખવા માટેની સુચના લાઈટ શાખાના નાયબ ઈજનેર   ઋષભ મહેતાને શહેરીજનોની સુખાકારી માટે પૂરતી સ્ટ્રીટલાઇટની સગવડ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી, તેમજ વોર્ડ નંબર 6 અને દરેડ થી ચેલા સુધીના વિસ્તારોમાં ભૂગર્ભ ગટરના પાણી તૂટેલી અવસ્થામાં હોય જેના લીધે ગંદકી થતી હોય તેવા વિસ્તારોમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટરના નવા પાઇપ નાખવા અને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા માટે ભૂગર્ભ ગટર શાખાના નાયબ ઈજનેર  મુકેશ  ચાવડાને સુચના આપવામાં આવી હતી.

    આ ખાસ બેઠકમાં  ઢીંચડા ગામે અનુસૂચિત જાતિ વિસ્તારમાં  15 ટ્રેક્ટર મોરમ તાત્કાલિક નાખી આપવા તેમજ દરેડ ગામમાં પ્રાથમિક શાળા નંબર -1  પાસેનો રસ્તો તાત્કાલિક ધોરણે પાક્કો બનાવવા અને ચેલા વિસ્તારમાં આંગણવાડી તથા પ્રાથમિક શાળાનું બાંધકામ આવશ્યકતા ને ધ્યાને લઇ તથા વોર્ડ નંબર 6 માં સી.સી. રોડના બાકી રહેલા કાર્યો પૂર્ણ કરવા અને ધુવાવ ગામ ની હાઉસિંગ સોસાયટીમાં આંતરિક રસ્તાઓ નવા બનાવી આપવા સહિતની જનતાની સુખાકારી માટેના કાર્યો કરવાની સુચના સિવિલ શાખાના ઇજનેર  હિમાંશુ જેઠવાને આપવામાં આવી હતી.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...