મુખ્ય સામગ્રી પર જાઓ

સુપ્રીમ કોર્ટે જામનગરના ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રેહાબિલિટેશન સેન્ટર વિરુદ્ધની જાહેર હિતની અરજી ફગાવી


    રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સમર્થિત ગ્રીન્સ ઝૂઓલોજિકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટર સોસાયટી (GZRRC) દ્વારા જામનગર નજીક સ્થપાઈ રહેલા પ્રાણીસંગ્રહાલયના અનેક પાસાઓ પર સવાલ ઉઠાવતી જાહેર હિતની અરજીને સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ફગાવી દીધી છે.
    આ પિટિશન એક એક્ટિવિસ્ટ દ્વારા દાખલ કરવામાં આવી હતી જેમાં પ્રાણી સંગ્રહાલયની સ્થાપનાને પડકારવામાં આવી હતી અને તેણે GZRRC દ્વારા ભારતમાં અને વિદેશમાંથી પ્રાણીઓ લાવવા પર પ્રતિબંધ મૂકવાની તેમજ GZRRCના ઓપરેશન્સ અને મેનેજમેન્ટની તપાસ કરવા માટે SITની રચના કરવાની પણ માંગ કરી હતી. પિટિશનમાં ભારત અને વિદેશમાંથી GZRRCમાં પ્રાણીઓના સ્થળાંતર અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જાહેર હિતની અરજીમાં GZRRCના અનુભવ અને ક્ષમતા ઉપર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. GZRRCએ તેનો વિગતવાર જવાબ રજૂ કર્યા પછી કોર્ટે 16 ઓગસ્ટ 2022ના રોજ આ અંગેની સુનાવણી હાથ ધરી અને GZRRC સામે ઉઠાવવામાં આવેલી તમામ દલીલોને નકારી કાઢી અરજીને ફગાવી દીધી છે.
    સુપ્રીમ કોર્ટના આ નિર્ણયને અમે GZRRC વિનમ્રતાપૂર્વક સ્વીકારીએ છીએ. અમે પ્રાણીઓના કલ્યાણ માટે અમારા કાર્યો કરવાનું જારી રાખીશું. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી ઉગારવાની જરૂર હોય તેવા પ્રાણીઓના સંરક્ષણ, સંભાળ અને સંવર્ધન માટે તેમજ પ્રાણીઓને વિશ્વ કક્ષાની પુનર્વસન સંભાળ પૂરી પાડવા માટે GZRRC પ્રતિબદ્ધ છે,તેમ  GZRRC સંસ્થાના વડા  ધનરાજ નથવાણીએ જણાવ્યું હતું.
પ્રાણી સંગ્રહાલયના ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કામગીરી, પશુચિકિત્સકો, ક્યુરેટર્સ, જીવવિજ્ઞાનીઓ, પ્રાણીશાસ્ત્રીઓ તથા તેના દ્વારા સંકળાયેલા અન્ય નિષ્ણાતો અને સંસ્થા કાયદાની દૃષ્ટિએ તેની પ્રવૃત્તિઓ નિયમાનુસાર ચલાવી રહ્યાની GZRRC દ્વારા કરાયેલી રજૂઆતોની અદાલતે નોંધ લીધી હતી. GZRRCએ અદાલત સમક્ષ સ્પષ્ટતા કરી હતી કે તે એક ઝૂઓલોજિકલ પાર્કની સ્થાપના કરશે જે ખાસ કરીને શૈક્ષણિક હેતુસર જાહેર પ્રદર્શન માટે ખુલ્લું રહેશે, જ્યારે તેની બાકીની સુવિધાઓ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં પ્રાણીઓના કલ્યાણ, બચાવ અને પુનર્વસન અને સંરક્ષણના ઉદ્દેશ્ય સાથે બચાવ-સંરક્ષણની જરૂર હોય તેવા પ્રાણીઓના કલ્યાણ માટે રેસ્ક્યુ સેન્ટર તરીકે કામ કરશે.
    અદાલતે GZRRC દ્વારા દાખલ કરેલા જવાબ પર તેનો સંતોષ વ્યક્ત કર્યો હતો અને નોંધ્યું હતું કે તે સંતુષ્ટ છે કે GZRRCને પ્રાણીઓના સંચાલન અને તેને સ્થાનાંતરિત કરવા માટે આપવામાં આવેલી પરવાનગી અને તેની પરિણામલક્ષી પ્રવૃત્તિઓ કાયદેસર અને અધિકૃત છે. વધુમાં એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે GZRRC સામેના આક્ષેપો નબળો આધાર ધરાવનારા સમાચાર અહેવાલો પર આધારિત હતા, કોર્ટ માટે GZRRCને પરવાનગીઓ અને મંજૂરીઓ આપનારા સત્તાવાળાઓના પક્ષે "કોઈ નબળાઈ દેખાતી નથી". કોર્ટે GZRRCની રજૂઆતની મંજૂરી સાથે એ પણ નોંધ્યું હતું કે તે એક બિનનફાકારક સંસ્થા છે જે પ્રાણીઓના કલ્યાણના મુખ્ય ઉદ્દેશ્ય સાથે કામ કરે છે અને જો કોઈ નફો થશે તો GZRRC દ્વારા બચાવ કાર્ય હાથ ધરવા માટે જ ઉપયોગ કરવામાં આવશે.
    અદાલતે કહ્યું કે તેને GZRRC પર લગાવવામાં આવેલા આરોપો અંગે 'કોઈ તર્ક કે આધાર' મળ્યો નથી. અદાલતે એમ પણ કહ્યું હતું કે GZRRCની કામગીરી પર વિવાદ કરવા માટે 'ભાગ્યે જ કોઈ અવકાશ' છે અને આગળ અદાલત GZRRC સાથે 'કોઈ કાનૂની નબળાઈ શોધવામાં અસમર્થ' છે


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...