મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણજન્મની વિશાળ શોભાયાત્રા

 


    જામનગરમાં જન્માષ્ટમી નિમિત્તે કૃષ્ણજન્મની વિશાળ શોભાયાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી પ્રસ્થાન પામી હતી. કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, શિવસેના, પ્રણામી ગ્લોબલ સ્કૂલ, ખોડલધામ, ગાયત્રી શક્તિપીઠ, આહીર સમાજ સહિતની સંસ્થાઓએ વિવિધ ફ્લોટસ જોડ્યા હતા . કૃષિ મંત્રી સહિતના મહાનુભાવો શોભાયાત્રા ના પ્રારંભે જોડાયા હતાં. શોભાયાત્રા પૂર્વે બજરંગ દળ માં જોડાનાર યુવકોને ત્રિશુલ દીક્ષા આપવામાં આવી હતી. 

    આ કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર થી પ્રારંભ થઈ હવાઈ ચોક ખાતે પહોંચી હતી જ્યાં ધજારોહણ અને શોભાયાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ સેન્ટ્રલ બેન્ક રોડ ઉપર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતુ. ત્યાંથી સેન્ટ્રલ બેન્ક પાસે  એચ જે લાલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું અને  વિશ્વ હિન્દુ પરિષદના મહિલા વિભાગ, દુર્ગાવાહિની દ્વારા મટકી ફોડ નું આયોજન કરવામાં આવ્યું હતું.   બર્ધન ચોક વિસ્તારમાં  સિંધી માર્કેટ વેપારી એસોસિયેશન દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું. ચાંદી બજાર સર્કલ ખાતે  વેપારી મહામંડળના પ્રમુખ સુરેશભાઈ તન્ના અને તેની ટીમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. અને જ્યાં રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા નાં રૂટ દરમિયાન  પંજાબ નેશનલ બેંક પાસે પૂરબિયા રાજપૂત સમાજ દ્વારા સ્વાગત કરી પ્રસાદી વિતરણ પણ કરવામાં આવ્યું હતું.  બેડીગેટ સ્વામિનારાયણ મંદિર પાસે પરમાનંદ સ્ટીલ પાસે પણ પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાંથી બેડી ગેટ થઈ  ટાવર વિસ્તારમાં આ શોભાયાત્રા પહોંચી હતી. જ્યાં ભરવાડ સમાજ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરી પ્રસાદ વિતરણ કરવામાં આવશે. ત્યાંથી હવાઈ ચોક તરફ શોભાયાત્રા પ્હોંચી  જ્યાં રસ્તામાં ગિરનારી પાન પાસે શોભાયાત્રા નું સ્વાગત અને મટકી ફોડ નું પણ ગિરનારી ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. અને જ્યાંથી ભંગાર બજાર થઈ હવાઈ ચોક ખાતે આ શોભાયાત્રા સંપન્ન થઈ હતી.
    આ શોભાયાત્રામાં ખીજડા મંદિર, આણદાબાવા સેવા સંસ્થા, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, માતૃશક્તિ મહિલા વિભાગ, શ્રી પુષ્ટિમાર્ગીય સંપ્રદાય મોટી હવેલી - વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ,  કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ,  બાઈજીરાજ મહિલા મંડળ, આહિર સમાજ,  પ્રણામી ગ્લોબલ સ્કૂલ, સમસ્ત ભાટિયા સમાજ, શ્રી ખોડલધામ કાગવડ જામનગર ખોડલધામ યુનિટ, પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ, હરિદાસ જીવણદાસ (બાબુભાઈ) લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ,  હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કચ્છી ભાનુશાળી મહાજન સરોવર, સિંધી ભાનુશાલી મહાજન સરોવર સહિતની વિવિધ સંસ્થાઓ ધાર્મિક ફ્લોટ્સ સાથે સામેલ થઈ હતી.
    શોભાયાત્રાનાં આયોજન ની મિટિંગમાં વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદી, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, વિશ્વ હિન્દુ પરિષદ જામનગર જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ ડાંગરીયા, હિન્દુ જાગરણ મંચના ભરતભાઈ ફલીયા, ગાયત્રી શક્તિ પીઠના ચમનભાઈ વસોયા, ખોડલધામ ના વશરામભાઈ ચોવટીયા, એચ. જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટના અજયભાઈ કોટેચા, પ્રો.દિલીપભાઈ આશર, કનકભાઈ વ્યાસ, કિશોરભાઈ સંઘાણી, પોપટભાઈ સોજીત્રા, પ્રહલાદભાઈ શાસ્ત્રી, વિશ્વ હિન્દુ પરિષદના જામનગર જિલ્લાના પ્રચાર પ્રસાર વિભાગના સંયોજક કિંજલ કારસરીયા, કોર્પોરેટરો પ્રવિણાબેન રુપડીયા, બબીતાબેન લાલવાણી, સિંધી ભાનુશાળી મહાજન ટ્રસ્ટના શંકરભાઈ, મૃગેશ દવે, દિનેશભાઈ કનખરા વગેરે હાજર રહ્યા હતા.

    શોભાયાત્રાનાં  પ્રસ્થાન  પ્રસંગે  કેબિનેટમંત્રી રાઘવજીભાઈ પટેલ  ઉપરાંત ધારાસભ્યો આર.સી. ફળદુ ,  ધર્મેન્દ્રસિંહ જાડેજા , સાંસદ પૂનમબેન માડમ , મેયર  બીનાબેન કોઠારી તથા મનપા.ના સમગ્ર હોદેદારોની ટીમ પૂજન - પ્રસ્થાન સમયે ઉપસ્થિત રહી હતી.. સાથોસાથ શહેરના શ્રેષ્ઠીઓ જીતુભાઈ લાલ , ભરતભાઈ મોદી (સૌરાષ્ટ્ર  પ્રાંત અધ્યક્ષ , વિશ્વ હિન્દુ પરિષદ ) , પરમાણંદભાઈ ખટ્ટર ( ઓલ ઈન્ડિયા સિંધી સમાજ પ્રમુખ ) તથા શહેર સિંધી સમાજના આગેવાનો , પ્રણામી સમાજ (સુંદરસાથ ) આગેવાનો ઉપસ્થિત રહયા હતાં.
    શોભાયાત્રા ના પ્રારંભે બજરંગ દળ માં જોડાયેલા યુવાનોને  કૃષ્ણ પ્રણામી ધર્મના ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ ના અગ્રણી હોદ્દેદારો ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે હિન્દુ ધર્મના ઉત્થાન અને સંસ્કૃતિને જાળવી રાખવા ત્રિશૂળ દીક્ષા આપવામાં આવી હતી.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...