મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

નવેમ્બર 6, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

અંતે રોડ તોડવાનું શરૂ

     જામનગરના વોર્ડ નંબર ૪ માં દ્વારકેશ પાર્ક (રામેશ્વરનગર) ખાતે મહાનગરપાલિકાના ઇજનેરોએ મકાનોના પ્લીન્થની ઉંચાઇ કરતાં વધુ ઉંચાઇએ રોડ બનાવી નાંખતા, રોડ પરનું પાણી ઘરોમાં ધૂસી જશે એ બીકે સ્થાનિક લોકોએ વિરોધ નોંધાવેલો. શાસકપક્ષનાં જ કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ આ મામલે સિટી ઇજનેરને વાત કરતાં તેઓએ તંત્રને રોડ તોડી ફરીથી નવો બનાવવા સૂચના આપેલી પછી પણ તંત્રએ રોડ ન તોડતાં, કોર્પોરેટરની આગેવાની હેઠળ સ્થાનિક મહિલાઓએ કોર્પોરેશનમાં કમિશનર કચેરી સમક્ષ દેખાવો કર્યા. થાળીઓ વગાડી, કોન્ટ્રાકટર, તંત્રની મિલી ભગતના આક્ષેપો થયાં, આ વોર્ડના અન્ય ૩ કોર્પોરેટરને પણ નિશાન બનાવાયા, સ્થાનિક લોકો વચ્ચે રોડ બાબતે મતભેદો, લડાઇ શરૂ કરાવવાનો પણ કોન્ટ્રાકટર પર આક્ષેપ થયો. મામલો ગરમ બન્યો.      બાદમાં, અંતે મહાનગરપાલિકાએ જેસીબીની મદદથી ગુરૂવારે સાંજે આ તાજો બનેલો ઉંચો રોડ તોડવાની કામગીરી શરૂ કરી છે.       આ રોડ આટલી ઉંચાઇએ બન્યો શું કામ ? આ કામગીરી દરમ્યિાન સિવીલ શાખાના નિરીક્ષક કે સીટી ઇજનેર શું કરતાં હતાં? આ રોડ તોડતાં જે નુકશાન થશે તેની ભરપાઇ કોણ કરશે? આટલી બેદરકારી...

કોવિડ હોસ્પિટલમાં મૃત્યુ પામેલાં ૩૩૮ લોકોની ચીજો પરત કરવામાં આવી

     જામનગરની કોરોના હોસ્પિટલમાં તબીબો, સિકયોરીટી તથા સ્ટાફે મૃત્યુ પામેલાં દર્દીઓની અંદાજે પચાસ લાખની કિંમતી ચીજવસ્તુઓ દાગીના પરત કર્યા છે. જેમાં સોનાની ૫૯ બુટી, ૩૫ વીંટી, ૪૬ દાણા, ૩ ચેઇન, ૨૫ ચાંદીના સાંકળા, ૪ કંઠી, ૮ વીંટી, ૪ માછલી, ૮ કઇડા, ૬૧ બંગડી, રૂપિયા ૯૧૩૫૯ રોકડા, ૧૧૫ કિંમતી સ્માર્ટ ફોન, ૧૪૬ સાદા મોબાઇલ, ૧૪ ઘડિયાળ, ૨૯ ટેબલ પંખા તથા ૧૩૭ મોબાઇલ ચાર્જરનો સમાવેશ થાય છે.      સિકયોરીટીના અલ્પેશભાઇ અગ્રાવત, એ.બી. કદમ, સમશેરઅલી અન્સારી, નાથાભાઇ માડમ, અસુભા ગોહિલ તથા જયરાજસિંહ વગેરે આ તકે હાજર રહ્યા હતાં.

ભાજપા દ્વારા સ્વ. કશુભાઇ પટેલને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

     ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા રાજ્યમાં ભાજપાને મજબૂત બનાવનાર સ્વ. કેશુભાઇ પટેલને શહેર ભાજપા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં સ્વ.કેશુભાઇના સેંકડો મહત્વના કામોનો વિસ્તૃત ઉલ્લેખ કરી તેને વધાવવામાં આવ્યા.      આ કાર્યક્રમમાં શહેર ભાજપા અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, મેયર હસમુખભાઇ જેઠવા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભળિયા, ડે. મેયર કરસનભાઇ કરમૂર, દંડક જડીબેન સરવૈયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડ, ઉપાધ્યક્ષ આશિષભાઇ કંટારિયા, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, કેશુભાઇ માડમ, વસંતભાઇ ગોરી વગેરે હાજર રહ્યા હતાં.      કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી તથા સાંસદ અન્ય કાર્યક્રમોમાં જામનગર બહાર હોય તેઓ દ્વારા પત્રોના રૂપમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલી.

સંક્ષિપ્ત સમાચાર

હાલારમાં વીજચોરીના ૧૨૯૫૪ કેસ લાંબા સમયથી પૂર્ણ થયા નથી. જામનગર, દ્વારકા બે જિલ્લા વચ્ચે વીજતંત્ર પાસે માત્ર એક જ પોલીસમથક છે. તેમાં પણ ૫૦ ટકાથી ઓછો સ્ટાફ છે. જામનગરમાં ૨૦૧૬ ની સાલથી આ પોલીસમકથ કાર્યરત છે. મહેકમ અનુસાર ૪ વર્ષથી ભરતી થઇ નથી. અગાઉ વિવિધ શહેરોના વીજકર્મચારીઓને આ પોલીસ મથકમાં હંગામી ફરજ સોપાતી, હવે તેના પણ પણ બ્રેક છે. વીજચોરી ઝડપી લેવા બંદોબસ્ત માટે પણ પૂરતો સ્ટાફ નથી. બે જિલ્લામાંથી કુલ ૩૧ સબડિવિઝન વચ્ચે માત્ર ૧ જ પોલીસમથક છે. ઇન્ડિયન ઇેલેકટ્રિસિટી એકટ હેઠળ નોંધાયેલા વીજચોરીના કેસોની તપાસ આ મથક કરે છે. ૩૧ નું મહેકમ છે, માત્ર ૧ પોલીસ અધિકારી, ૮ પોલીસકર્મી છે. ઓછામાં ઓછા ૨૮ અધિકારી-કર્મચારી તો હોવા જ જોઇએ. સરકારનો ખુદનો નિયમ છે. દિવાળી આવતાં મહાનગરપાલિકાની ફૂડશાખાએ મુખવાસની દુકાનોમાં ચેકીંગ શરૂ કર્યું છે. માત્ર તહેવારોમાં ચેકીંગથી લોકોને તંત્ર પર શંકાઓ છે. લેબોરેટરીમાં કેટલાંક નમૂના પાસ થાય છે, કેટલાં નમૂના નાપાસ થાય છે, તેની વિગતો પણ તંત્ર છૂપાવે છે! જામનગરના વિવિધ વિસ્તારોમાં શ્રધ્ધાળુ મહિલાઓએ કડવાચોથની ઉજવણી કરી હતી. ચંદ્રના અજવાળે છિદ્રવાળી (ચારણી)વાસણમાંથી પતિનું મ...