ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તથા રાજ્યમાં ભાજપાને મજબૂત બનાવનાર સ્વ. કેશુભાઇ પટેલને શહેર ભાજપા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવેલો જેમાં સ્વ.કેશુભાઇના સેંકડો મહત્વના કામોનો વિસ્તૃત ઉલ્લેખ કરી તેને વધાવવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં શહેર ભાજપા અધ્યક્ષ હસમુખભાઇ હીંડોચા, મેયર હસમુખભાઇ જેઠવા, મહામંત્રી પ્રકાશભાઇ બાંભળિયા, ડે. મેયર કરસનભાઇ કરમૂર, દંડક જડીબેન સરવૈયા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઇ સોલંકી, પૂર્વ મેયર દિનેશભાઇ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન આકાશભાઇ બારડ, ઉપાધ્યક્ષ આશિષભાઇ કંટારિયા, હિતેનભાઇ ભટ્ટ, મુકેશભાઇ દાસાણી, કેશુભાઇ માડમ, વસંતભાઇ ગોરી વગેરે હાજર રહ્યા હતાં.
કેબિનેટ મંત્રી, રાજ્યમંત્રી તથા સાંસદ અન્ય કાર્યક્રમોમાં જામનગર બહાર હોય તેઓ દ્વારા પત્રોના રૂપમાં પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો