મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર


  • હાલારમાં વીજચોરીના ૧૨૯૫૪ કેસ લાંબા સમયથી પૂર્ણ થયા નથી. જામનગર, દ્વારકા બે જિલ્લા વચ્ચે વીજતંત્ર પાસે માત્ર એક જ પોલીસમથક છે. તેમાં પણ ૫૦ ટકાથી ઓછો સ્ટાફ છે. જામનગરમાં ૨૦૧૬ ની સાલથી આ પોલીસમકથ કાર્યરત છે. મહેકમ અનુસાર ૪ વર્ષથી ભરતી થઇ નથી. અગાઉ વિવિધ શહેરોના વીજકર્મચારીઓને આ પોલીસ મથકમાં હંગામી ફરજ સોપાતી, હવે તેના પણ પણ બ્રેક છે. વીજચોરી ઝડપી લેવા બંદોબસ્ત માટે પણ પૂરતો સ્ટાફ નથી. બે જિલ્લામાંથી કુલ ૩૧ સબડિવિઝન વચ્ચે માત્ર ૧ જ પોલીસમથક છે. ઇન્ડિયન ઇેલેકટ્રિસિટી એકટ હેઠળ નોંધાયેલા વીજચોરીના કેસોની તપાસ આ મથક કરે છે. ૩૧ નું મહેકમ છે, માત્ર ૧ પોલીસ અધિકારી, ૮ પોલીસકર્મી છે. ઓછામાં ઓછા ૨૮ અધિકારી-કર્મચારી તો હોવા જ જોઇએ. સરકારનો ખુદનો નિયમ છે.
  • દિવાળી આવતાં મહાનગરપાલિકાની ફૂડશાખાએ મુખવાસની દુકાનોમાં ચેકીંગ શરૂ કર્યું છે. માત્ર તહેવારોમાં ચેકીંગથી લોકોને તંત્ર પર શંકાઓ છે. લેબોરેટરીમાં કેટલાંક નમૂના પાસ થાય છે, કેટલાં નમૂના નાપાસ થાય છે, તેની વિગતો પણ તંત્ર છૂપાવે છે!
  • જામનગરના વિવિધ વિસ્તારોમાં શ્રધ્ધાળુ મહિલાઓએ કડવાચોથની ઉજવણી કરી હતી. ચંદ્રના અજવાળે છિદ્રવાળી (ચારણી)વાસણમાંથી પતિનું મુખ નિહાળી, પૂજન દ્વારા આ પરંપરા નિભાવી હતી.
  • પોસ્ટઓફિસ બચતખાતમાં ખાતાં ધારકે મિનિમમ રૂપિયા ૫૦૦ ની બેલેન્સ રાખવી પડશે. આ રકમ જાળવવામાં નિષ્ફળ રહેનાર ખતા ધારકો પાસેથી રૂપિયા ૧૦૦ વાર્ષિક ફી તથા ૧૮ ટકા લેખે રૂપિયા ૧૮ જીએસટી વસૂલવામાં આવશે. આ ફી બાદ કરતાં રકમ શૂન્ય થશે તો ખાતું આપોઆપ બંધ થશે. ખાતાં ધારકોએ ૧૧ મી ડિસેમ્બર સુધીમાં પોતાના ખાતામાં રૂપિયા ૫૦૦ ની બેલેન્સ કરી આપવાની રહેશે, તે પછી આ નિયમ લાગુ પડશે.
  • જામનગર મહાનગરપાલિકામાં વેરાઓ-ચાર્જ લોકો સરળતાથી ભરી શકે તે માટે કુલ ૧૮ ડિજિટલ સેવાઓ કાર્યરત છે. જેમાં કાર્ડ ઉપરાંત વિવિધ એપ, બેંકો, નેટ બેંકીગ વગેરેની સુવિધા છે.
  • ઋતુઓનો સંક્રમણકાળ ચાલી રહ્યો છે. શિયાળાનો પગરવ શરૂ થયો છે. લોકો બેવડી ઋતુના કારણે બિમાર થઇ રહ્યા છે. શરદી, ઉધરસ, તાવ, ગળામાં તકલીફ જેવા રોગો વધ્યા છે. લોકોેએ ગરમ, તાજાં ખોરાક સહિતની ટેવો સ્વસ્થતા માટે અમલમાં મૂકવી જરૂરી છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...