મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ડિસેમ્બર 24, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સખી વન સ્ટોપ સેન્ટરની સમીક્ષા કરતાં કલેકટર

     જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપની કામગીરીની સમીક્ષા બેઠક યોજવાજમાં આવી હતી. જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં ૧૮૭ કેસ આવ્યા છે. ૧૩૭ કેસો ઘરેલું હિંસાના છે. મોટાંભાગના કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન ફસાયેલા મહિલાઓનું પુન: સ્થાપન કરવાના કેસો પણ આવેલાં. આ સંસ્થા માટે નવી ઇમારત બનશે, માર્ગ મકાન વિભાગને સૂચના આપવામાં આવી છે.      બેઠકમાં ડીડીઓ વિપિન ગર્ગ, ડીવાયએસપી જે.એસ. ચાવડા, જિલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવ પી.એચ. સૂચક, મહિલા બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી એચ.બી. ટાઢાણી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશભાઇ કટારમલ વગેરે હાજર રહ્યા હતાં.

કોવીડ હોસ્પિટલમાં પીપીઇ કીટનો વપરાશ ઘટયો

     જામનગરની જી.જી. હોસ્પિટલમાં પીપીઇ કીટ મંગાવવાથી લઇને વપરાશ પછીના નિકાલ સુધીની કામગીરી આરએમઓ ડો. અલ્પેશ અગ્રાવતના માર્ગદર્શન પ્રમાણે થઇ રહી છે. હવે પીપીઇ કીટનો વપરાશ ઘટયો છે. આ ઉપરાંત કોરોના હોસ્પિટલ ખાતે ટ્રિપલ લેયર માસ્ક, એન-૯૫ માસ્ક, ફેઇસ શિલ્ડ વગેરેની વ્યવસ્થા તેઓ સંભાળી રહ્યા છે. ૪૦,૦૦૦ નું એક એવા ૪૦૦ ઇન્જેકશન (ટોસાલીઝમ) કોરોના દર્દીઓને આપવામાં આવ્યા છે. દરરોજ ૯૦૦ થી ૧૪૦૦ જેટલા માસ્ક-ફેઇસ શિલ્ડનો ઉપયોગ થતો હતો તે હવે ૪૦૦ ઘયો છે.      આ ઉપરાંત જીવનરક્ષક દવાઓથી માંડીને આગ બચાવ કામગીરી સુધીની બાબતોમાં આરએમઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.

આંદોલનના મૃતક ખેડૂતોને યુવક કોંગ્રેસ-એનએસયુઆઇની શ્રધ્ધાંજલિ

     દિલ્હીમાં ચાલી રહેલાં ખેડૂત આંદોલનમાં શહીદ થયેલાં ખેડૂતોને શ્રધ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ જામનગરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં શહેર યુવક કોંગ્રેસના પ્રમુખ ડો. તૌસિફખાન પઠાણ, જિલ્લા એનએસયુઆઇના પ્રમુખ મહિપાલસિંહ જાડેજા, કર્ણદેવસિંહ જાડેજા વગેરે આગેવાનો તથા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતાં. મીણબતીઓ પ્રજવલિત કરી શ્રધ્ધાંજલિ આપી હતી.

જિલ્લા પંચાયતમાં તાલીમ કાર્યક્રમ

     જામનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ વિપિન ગર્ગના માર્ગદર્શન પ્રમાણે, પૂર્ણા યોજના અને મહિલા શકિત કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. જેમાં સખી વન સ્ટોપ સહિતની મહિલાઓ સંબંધિત યોજનાઓમાં બહેનો હાજર રહ્યા હતાં સાથે માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. બાળકોમાં કુપોષણ અંગેની યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.      જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ ડીડીઓ કીર્તન પરમાર, જિલ્લા પ્રોગ્રામ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, મહિલા શકિત કેન્દ્ર, બાળ સુરક્ષા એકમ, અભયમની ટીમ, વન સ્ટોપ સેન્ટરની ટીમ, ન્યૂટ્રીશન ઇન્ટરનેશનલ તથા આઇટીઆઇની ટીમ વગેરે જોડાયા હતાં.

જામનગરમાં ગુજસીટોક કેસ કર્યા પછી પોલીસની તપાસ ખામોશ

     જામનગરમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતના ૧૪ લોકો વિરૂધ્ધ ગુજસીટોકના કાયદા હેઠળ નોંધાયેલી ફરિયાદ અને થયેલી કેટલીક ધરપકડો બાદ પોલીસતંત્ર લાંબા સમયથી ખામોશ છે તે દરમ્યાન ગાંધીધામ, ડીઆરઆઇ તથા મુંબઇ-અમદાવાદ ડીઆરઆઇ દ્વારા જયેશ પટેલ સહિતના આરોપીઓ વિરૂધ્ધ કરોડો રૂપિયાની વિદેશી સિગારેટોનું પ્રકરણ ફરી શરૂ થયું છે. આ પ્રકરણ પણ ચાર વર્ષ જૂનું છે. એડવોકેટ કીરીટ જોષીના હત્યારાઓ પણ હજૂ ઝડપાયા નથી, તેમાં પણ જયેશ પટેલનું નામ છે. જયેશ પટેલ ગાંધીધામ ગયા પછી દેશ છોડી ભાગી ગયાનું જાહેર થયું છે. જો કે તેના ઠેકાણાં વિષે કોઇ જ સતાવાર વિગતો જાહેર થવા પામતી નથી.

સંક્ષિપ્ત સમાચાર

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના ટોડાની સીમમાં ૨૦૧૧ ની સાલમાં એક મહિલાની હત્યા થઇ હતી. બાદમાં આ મહિલાનો પતિ-દિયર તથા પતિનો બનેવી ફરાર હતાં. પછી મૃતકનો પતિ તથા તેનો બનેવી ઝડપાયેલાં. મૃતકનો દિયર કમેશ (કમલેશ) નાસી છૂટયો હતો. પેરોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ ગચ્ચરની ટીમે કમલેશ નામના મધ્યપ્રદેશના આ શખ્સને ભાવનગરના ગારીયાધાર નજીકથી ઝડપી લીધો છે. જોગવાડ પાટીયા નજીકથી હુશેન અબુ કુરેશી નામનો શખ્સ ૯૮૦ ગ્રામ ગાંજા સાથે ઝડપાયો, તેના ૨૮ ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા. જામનગર જિલ્લા સહકારી બેંકના ડાયરેકટરોની ચૂંટણી ૧૩ જાન્યુઆરીએ છે. ૬૭ ઉમેદવારી પત્રો ભરાયા છે. જે પૈકી ૧૪ ઉમેદવારો વિરૂધ્ધ વાંધા અરજીઓ રજૂ થઇ હતી. જે તમામ અરજીઓ રદ્‌ કરવામાં આવી છે. જામનગરના મોરકંડા નજીક આણંદાબાવા સંસ્થાની બોલેરોના ચાલકે ૪ પદયાત્રીઓના જીવ લીધાં છે. અકસ્માત બાદ નાસી છૂટેલાં બોલેરોચાલક સુરેશ પટેલને બુધવારે મોડી રાત્રે પોલીસે શોધી કાઢયો છે. બ્રિટનમાં કોરોના વાયરસનું નવું ખતરનાક સ્વરૂપ મળી આવ્યા પછી હવે, દક્ષિણ આફ્રિકાથી બ્રિટનમાં આવેલાં પ્રવાસીઓમાં વાયરસનું વધુ એક સ્વરૂપ મળી આવ્યું છે. બ્રિટને દક્ષિણ આફ્રિકા સાથેની તમામ ફલાઇટ...