જામનગરમાં કલેકટરના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપની કામગીરીની સમીક્ષા બેઠક યોજવાજમાં આવી હતી. જાન્યુઆરી થી નવેમ્બર સુધીમાં ૧૮૭ કેસ આવ્યા છે. ૧૩૭ કેસો ઘરેલું હિંસાના છે. મોટાંભાગના કેસોમાં સમાધાન કરાવવામાં આવ્યું છે. લોકડાઉન દરમ્યાન ફસાયેલા મહિલાઓનું પુન: સ્થાપન કરવાના કેસો પણ આવેલાં. આ સંસ્થા માટે નવી ઇમારત બનશે, માર્ગ મકાન વિભાગને સૂચના આપવામાં આવી છે.
બેઠકમાં ડીડીઓ વિપિન ગર્ગ, ડીવાયએસપી જે.એસ. ચાવડા, જિલ્લા કાનૂની સેવા સતામંડળના સચિવ પી.એચ. સૂચક, મહિલા બાળ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, દહેજ પ્રતિબંધક અધિકારી એચ.બી. ટાઢાણી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સુરેશભાઇ કટારમલ વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો