જામનગર જિલ્લા પંચાયત ખાતે ડીડીઓ વિપિન ગર્ગના માર્ગદર્શન પ્રમાણે, પૂર્ણા યોજના અને મહિલા શકિત કેન્દ્ર યોજના અંતર્ગત તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું. જેમાં સખી વન સ્ટોપ સહિતની મહિલાઓ સંબંધિત યોજનાઓમાં બહેનો હાજર રહ્યા હતાં સાથે માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. બાળકોમાં કુપોષણ અંગેની યોજના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ ડીડીઓ કીર્તન પરમાર, જિલ્લા પ્રોગ્રામ અધિકારી ડો. ચંદ્રેશ ભાંભી, મહિલા શકિત કેન્દ્ર, બાળ સુરક્ષા એકમ, અભયમની ટીમ, વન સ્ટોપ સેન્ટરની ટીમ, ન્યૂટ્રીશન ઇન્ટરનેશનલ તથા આઇટીઆઇની ટીમ વગેરે જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો