મુખ્ય સામગ્રી પર જાઓ

પોસ્ટ્સ

ઑક્ટોબર 11, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

સંક્ષિપ્ત સમાચાર

ઉતરપ્રદેસના ગોંડા જિલ્લામાં રામ જાનકી મંદિરના પૂજારી પર કોઇએ ફાયરિંગ કયું<. ઘાયલ સાધુને સારવાર માટે લખનઉની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાથરસકાંડની તપાસ અત્યાર સુધી રાજ્ય સરકારની એસઆઇટી કરતી હતી, હવે આ તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. એસઆઇટીના તપાસ રિપોર્ટ પહેલાં એવું જાહેર થયું કે, રિપોર્ટમાં પોલીસને કલીનચિટની વાત હતી તથા આ કાંડમાં દુષ્કર્મ થયું જ નથી તેવું પણ રિપોર્ટમાં કહેવાય શકે છે. હાથરસકાંડ મામલે રાહુલનું નિવેદન: કેટલાંક ભારતીયો દલિતો-મુસ્લિમો અને આદિવાસીઓને "ઇન્સાન" સમજતાં જ નથી આઇપીએલમાં ચેન્નાઇની ટીમ ૭ પૈકી પાંચ મેચ હારી છે: ધોની પણ ફેઇલ જોવા મળે છે: દર્શકોને આઘાત,નારાજગી: ધોની દોષનો ટોપલો ટીમના અન્ય બેટધરો પર ઓઢાડે છે! ત્રણ તલ્લાક વિરૂધ્ધ જંગ લડનારી સાયરાબાનો ભાજપામાં જોડાઇ ગઇ છે: ૨૦૧૬ માં તેણે આ લડાઇનો પ્રારંભ કરેલો: આ કાનૂની જંગમાં તેણીને વિજય મળેલો: તેણી ઉતરાખંડના ઉધમસિંહ શહેરની રહેવાસી છે. મુંબઇમાં કરણી સેનાએ એક વેબ સિરીઝનું શૂટિંગ અટકાવ્યું: આ સિરીઝ એડલ્ટ હોવાનો સેનાનો આક્ષેપ પ્રધાનમંત્રી આજે સ્વામિત્વ યોજનાનો પ્રારંભ કરાવશે: આજે કુલ ૧ લાખ લાભાર્થીઓને પ્રોપર્ટ...

દિગ્જામ મિલમાં નવા મેનેજમેન્ટ પછી પણ કામદાર પ્રશ્નો યથાવત

     જામનગરની જગવિખ્યાત દિગ્જામ મિલમાં કામદારોના પગારોની સમસ્યા નવા મેનેજમેન્ટ પછી આજે પણ યથાવત છે. કામદારોના કહેવા પ્રમાણે મેનેજમેન્ટનું વર્તન કામદાર વિરોધી છે. લોકડાઉન દરમ્યાન નો કામદારોને ૫૦ ટકા પગાર આપવાના બદલે મોટાંભાગના કામદારોનો સંપૂર્ણ પગાર કાપી લેવામાં આવ્યો છે.      લોકડાઉન પછીના સમયનો નિયમિત પગાર પણ આપવામાં આવતો નથી. મિલ ફરી શરૂ થવાની અને નિયમિત કામ-પગાર મળવાની કામદારોની આશા ઠગારી નિવડી છે. મિલનું મેનેજમેન્ટ સરકારથી ડરતું નથી અને કોઇ જ આગેવાનો મેનેજમેન્ટ પાસે કામદારોના હિતમાં નિર્ણય લેવડાવી શકયા નથી, કામદારો એકઠાં થાય છે, સૂત્રોચ્ચાર કરે છે, આવેદનપત્રો આપે છે પરંતુ તેઓનું (યુનિયનનું) મેનેજમેન્ટ પાસે કશું ઉપજતું હોય તેવું દેખાતું નથી. આ બબાલ વર્ષો જૂની છે, મેનેજમેન્ટ કોઇને ગાંઠતું નથી!

જોડિયા તાલુકાના વાવડી ગામમાં ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ

     જોડીયા તાલુકાના વાવડી ગામ ખાતે જિલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલો.      ગ્રામ્ય કક્ષાએ ૨૨ પ્રકારની સેવાઓ માટે સરકારે આ અભિયાન લોન્ચ કર્યું છે. પરંતુ ગ્રામ્યકક્ષાએ નેટ કનેકટિવિટી તથા સ્ટાફની અછત જેવા પ્રÅનોનો અવરોધ સરકારે ઉકેલવો પડશે.      વાવડીના આ કાર્યક્રમમાં નાયબ ડીડીઓ એ.યુ. મકવા, ટીડીઓ સોરઠીયા, યાર્ડના ચેરમેન (ધ્રોળ), સરપંચ ભાવેશ મકવાણા, તલાટી કમ મંત્રી, શિક્ષકો, તાલુકા પંચાયતનો સ્ટાફ, આંગણવાડીની બહેનો વગેરે હાજર રહ્યા હતાં.

જમીન માફિયાઓના ત્રાસથી વેપારી યુવાનનો આપઘાત

     જામનગરમાં હિતેષ ચંદ્રકાંતભાઇ પરમાર નામના ૪૨ વર્ષના યુવાન, મેડીકલ સ્ટોર સંચાલકે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો છે. તેણે સુસાઇડ નોટમાં બે જમીનમાફિયાઓના નામો-મોબાઇલ નંબર જાહેર કર્યા છે. જામનગર નજીકના જૂના નાગના ખાતે તેઓની જમીન "સસ્તામા" અને ચોકકસ શરતો સાથે પંચાવી પાડવાની આ માફિયાઓની તમન્ના હતી એવું મૃતકના પત્નિ નયનાબેન પોલીસ સમક્ષની અરજીમાં જણાવ્યું છે.      જૂના નાગનામાં તથા જામનગર શહેરની આસપાસ ઘણાં સતવારા પરિવારોની જમીનો આ રીતે આંચકી લેવામાં આવે છે એવું મૃતકના પત્ની કહે છે.      મૃતક હિતેષભાઇ ખોડિયાર કોલોની વિસ્તારમાં ક્રિષ્ના સ્કૂલ નજીક રોયલ એન્કલંવ એનઆરઆઇ બંગ્લોઝમાં વસવાટ કરતાં હતાં અને બે સંતાનોના પિતા હતાં.      સરકારે થોડાં દિવસ પહેલાં નવા કાયદાના અમલ સાથે જાહેર કરેલું કે, રાજ્યમાં જમીન માફિયાકઓની હવે ખેર નથી. જોઇએ હવે જામનગરમાં આ કેસમાં શું થાય છે ? 

જામનગર મહાનગરપાલિકાને બે ધન્વંતરિ રથનું દાન

     કોરોના હોમ આઇસોલેટેડ દર્દીઓની સારવાર માટે મહાનગરપાલિકા દ્વારા ધન્વંતરિ રથની સેવા ચાલે છે તેમાં નગરના ભારતીય જૈન સંગઠન તથા બટુકભાઇ ખંઢેરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ૧-૧ ધન્વંતરિ રથનું દાન કરવામાં આવ્યું છે.      આ પ્રસંગે ડો.કલ્પનાબેન ખંઢેરિયા તથા ભૂપેશભાઇ શાહ (સંગઠનના જિલ્લા પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતાં અને આગામી દિવસોમાં નવાગામ આરોગ્ય કેન્દ્ર તથા બેડીના આરોગ્ય કેન્દ્રમાં આ રથ દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે.

બાલાચડી સૈનિક સ્કૂલમાં એરફોર્સ ડે ની ઉજવણી

     આઠમી ઓકટોબરે એરફોર્સના ૮૮ મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. ૧૪ કિ.મી. ની સાયકલ રેલીમાં અધિકારીઓ-શિક્ષકો જોડાયા.      આ તકે ધોરણ ૬ થી ૯ના બાળકોએ વિવિધ એરક્રાફટ મોડેલ રજૂ કર્યા આ સ્પર્ધામાં વિજેતા બાળકોના નામો: અંશુકુમાર, મોહમ્મદ સાહિલ, કૌશિક દાસ, અંજો પલામટ્ટમ, ધોરણ ૯ થી ૧૨ ની કેટેગરીમાં વિજતાઓ નિલ પટેલ, શિવમસિંહ, જિલકુમાર ધોરણ ૯ ના અર્થવ શાહ ગાજરમાંથી એરક્રાફટ મોડેલ બનાવેલું. તેને વિશેષ ઇનામ. બાકીના છાત્રોએ સૂકી, ભીની માટી, રૂ, કાગળ, વાયર, કાર્ડબોર્ડ વગેરે માંથી એરક્રાફટ મોડેલ બનાવ્યા હતાં.      આ ઉપરાંત શા માટે હું એરફોર્સ અધિકારી બનવા ચાહું છું ? એ વિષય પર વેબિનાર પણ યોજવામાં આવેલો. આ ઉપરાંત એરફોર્સ સંબંધિત પ્રેરણાદાયી વિડીયો છાત્રોને દેખાડવામાં આવ્યો.      શાળાના પ્રિન્સિપાલ ગ્રુપ કેટરન રવિન્દરસિંહે છાત્રોને શુભેચ્છા-પે્રરણા આપતું સંબોધન કર્યું.

ચંદનના લાકડાથી અગ્નિદાહ

જામનગરમાં જયંત સોસાયટીમાં રહેતાં બિલ્ડર જિતેન્દ્રભાઇના માતા (દ્વારકા જિલ્લા પંચાયત) મલુબેન ગોરિયાનું તાજેતરમાં અવસાન થયા પછી જામનગરના સ્મશાન ખાતે તેઓને ચંદનના લાકડાથી અગ્નિદાહ આપવામાં આવ્યો. રૂા. ૧૦ લાખની કિંમતના ૩૦૦ કિલો લાકડાં તથા ૧૦૦ કિલો સવનના લાકડાં અમદાવાદથી મંગાવવામાં આવેલાં.