કોરોના હોમ આઇસોલેટેડ દર્દીઓની સારવાર માટે મહાનગરપાલિકા દ્વારા ધન્વંતરિ રથની સેવા ચાલે છે તેમાં નગરના ભારતીય જૈન સંગઠન તથા બટુકભાઇ ખંઢેરિયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ૧-૧ ધન્વંતરિ રથનું દાન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે ડો.કલ્પનાબેન ખંઢેરિયા તથા ભૂપેશભાઇ શાહ (સંગઠનના જિલ્લા પ્રમુખ) ઉપસ્થિત રહ્યા હતાં અને આગામી દિવસોમાં નવાગામ આરોગ્ય કેન્દ્ર તથા બેડીના આરોગ્ય કેન્દ્રમાં આ રથ દ્વારા દર્દીઓને તપાસવામાં આવશે એમ જણાવવામાં આવ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો