આઠમી ઓકટોબરે એરફોર્સના ૮૮ મા સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી. ૧૪ કિ.મી. ની સાયકલ રેલીમાં અધિકારીઓ-શિક્ષકો જોડાયા.
આ તકે ધોરણ ૬ થી ૯ના બાળકોએ વિવિધ એરક્રાફટ મોડેલ રજૂ કર્યા આ સ્પર્ધામાં વિજેતા બાળકોના નામો: અંશુકુમાર, મોહમ્મદ સાહિલ, કૌશિક દાસ, અંજો પલામટ્ટમ, ધોરણ ૯ થી ૧૨ ની કેટેગરીમાં વિજતાઓ નિલ પટેલ, શિવમસિંહ, જિલકુમાર ધોરણ ૯ ના અર્થવ શાહ ગાજરમાંથી એરક્રાફટ મોડેલ બનાવેલું. તેને વિશેષ ઇનામ. બાકીના છાત્રોએ સૂકી, ભીની માટી, રૂ, કાગળ, વાયર, કાર્ડબોર્ડ વગેરે માંથી એરક્રાફટ મોડેલ બનાવ્યા હતાં.
આ ઉપરાંત શા માટે હું એરફોર્સ અધિકારી બનવા ચાહું છું ? એ વિષય પર વેબિનાર પણ યોજવામાં આવેલો. આ ઉપરાંત એરફોર્સ સંબંધિત પ્રેરણાદાયી વિડીયો છાત્રોને દેખાડવામાં આવ્યો.
શાળાના પ્રિન્સિપાલ ગ્રુપ કેટરન રવિન્દરસિંહે છાત્રોને શુભેચ્છા-પે્રરણા આપતું સંબોધન કર્યું.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો