જોડીયા તાલુકાના વાવડી ગામ ખાતે જિલ્લા કક્ષાનો ડિજિટલ સેવા સેતુ કાર્યક્રમ ધારાસભ્ય રાઘવજીભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલો.
ગ્રામ્ય કક્ષાએ ૨૨ પ્રકારની સેવાઓ માટે સરકારે આ અભિયાન લોન્ચ કર્યું છે. પરંતુ ગ્રામ્યકક્ષાએ નેટ કનેકટિવિટી તથા સ્ટાફની અછત જેવા પ્રÅનોનો અવરોધ સરકારે ઉકેલવો પડશે.
વાવડીના આ કાર્યક્રમમાં નાયબ ડીડીઓ એ.યુ. મકવા, ટીડીઓ સોરઠીયા, યાર્ડના ચેરમેન (ધ્રોળ), સરપંચ ભાવેશ મકવાણા, તલાટી કમ મંત્રી, શિક્ષકો, તાલુકા પંચાયતનો સ્ટાફ, આંગણવાડીની બહેનો વગેરે હાજર રહ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો