મુખ્ય સામગ્રી પર જાઓ

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનો પ્રારંભ





    રાજ્ય સરકાર દ્વારા ૨૧ ઓગસ્ટ થી ચાર રવિવાર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ શરૂ કરવામાં   આવ્યો છે, ત્યારે જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તારીખ ૨૧ ઓગસ્ટ ને રવિવારથી મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા નોંધણી કાર્યક્રમ-૨૦૨૨ નો પ્રારંભ કરાવ્યો છે. જે આગામી ૨૮ ઓગસ્ટ, ૪ સપ્ટેમ્બર, અને ૧૧ સપ્ટેમ્બર ના રવિવારના દિવસો દરમિયાન  ચાલુ રહેશે.

    આ ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન ૧.૧૦.૨૦૨૨ ની સ્થિતિ ૧૮ વર્ષ કે તેથી વધુ વયના નાગરિકોએ પોતાના મતદાર યાદીમાં નામ નોંધણી કરાવવા અથવા તો સુધારણા કરાવવાની ઝુંબેશમાં જોડાઈ શકે છે. સ્થાનિક રહેવાસીઓના જે તે વિસ્તારના મતદાન મથક પર બી.એલ.ઓ. સમક્ષ સવારે ૧૦.૦૦ વાગ્યાથી સાંજે ૫.૦૦ વાગ્યા સુધીમાં પોતાના નવા નામો નોંધાવી શકશે, જ્યારે પોતાના નામોમાં સુધારો કરાવી શકશે.

    ઉપરોક્ત ઝુંબેશ દરમિયાન મતદારયાદીમાં નવું નામ દાખલ કરાવવા માંગતા નાગરિકોએ ૬ નંબરનું ફોર્મ ભરવાનું રહેશે, જ્યારે ચૂંટણી કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરવા માટે ફોર્મ નંબર ૬ (બી) ભરવાનું રહેશે. ઉપરાંત મતદારયાદીમાંથી નામ કમી કરવા માટે ફોર્મ નંબર -૭ ભરવાનું રહેશે. જ્યારે મતદાર યાદીમાં નોંધાયેલી વિગતોમાં સુધારણા કરવા માટે ફોર્મ નંબર -૮ ભરવાનું રહેશે.

    ઉપરોક્ત ચારેય રવિવારની ઝુંબેશ દરમિયાન નાગરિકોએ પોતાના જરૂરી આધાર પુરાવા જેવા કે આધાર કાર્ડ ની ઝેરોક્ષ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ ની ઝેરોક્ષ, ઘરના કોઈ એક સભ્યના ચૂંટણી કાર્ડ ની ઝેરોક્ષ, પાસપોર્ટ સાઈઝ નો ફોટો, નવા વિસ્તારમાં નામ નોંધણી માટે જુના વિસ્તારનું નામ કમી નો દાખલો, વગેરે સાથે રાખવાનું રહેશે.

    જામનગર જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર ચારેય રવિવાર દરમિયાન ઉપરોક્ત મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, જ્યાં લોકોએ સંપર્ક સાધવા જામનગર જિલ્લા કલેકટર ડૉ. સૌરભ પારધી, નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેર દ્વારા જણાવાયું છે.આ ઉપરાંત વધુ માહિતી માટે જે તે વિસ્તારના એસ.ટી.ડી. કોડ(૦૨૮૮) ઉપરાંત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પણ વધુ માહિતી મેળવી શકાશે.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...