જામનગરમાં તળાવની પાળે કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરનાં વર્ષોમાં બ્યુટીફિકેશન કરવામાં આવ્યું હતું. જે પૈકી ગેટ નંબર બે નજીક લેસર શો નિહાળવા માટે બનાવવામાં આવેલો ડોમ શુક્રવારનાં સામાન્ય વરસાદ-ભારે પવન દરમિયાન તૂટી પડ્યો હતો ! સદભાગ્યે આ દુર્ઘટનામાં વધુ માણસોને ઈજાઓ પહોંચી નથી, જાનહાનિ થઈ નથી. કેટલાંક લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો