"હર ઘર તિરંગા' ઘર ઘરતિરંગા'' ની જાહેર અપીલના પગલે સિંધી સમાજ દ્વારા તા. ૧૪/૦૮/૨૦૨૨ ના રવિવારે બપોરે ૪ : ૦૦ વાગ્યે શ્રી ઝુલેલાલ મંદિર, સાધના કોલોનીથી નાનકપુરી, પવનચક્કી, પોલીસચોકી, ખંભાલીયાગેટ, હવાઈ ચોક, સેતાવાડ, બર્ધનચોક, દરબારગઢ, ચાંદીબજાર, રણજીતરોડ જેવા જાહેર માર્ગેથી પસાર થઇ તીનબતી શ્રી ઝુલેલાલ મંદિરે પુર્ણ થાય તે રીતેની 'બાઈક રેલી' નુ આયોજન કરવામા આવ્યું હતું. આ બાઈક રેલીનો પ્રારંભ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ કરાવ્યો હતો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો