મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરમાં કોરોના સંક્રમણ ઘટયાનું આંકડાઓ દર્શાવે છે: ડીસ્ચાર્જ-મૃત્યુદર વધ્યો છે: શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં કોરોના હોસ્પિટલમાં ૬ દર્દીઓના મોત નિપજ્યાં છે: શહેરમાં ૧૩ અને જિલ્લામાં ૧૨ પોઝિટીવ કેસ નોંધાયા છે.
  • જામનગર યાર્ડ શુક્ર, શનિ, રવિ બંધ છે. રવિવારની રાત્રિથી ફરી મગફળીની આવક શરૂ થશે. જિલ્લામાં પાછળાં ૪ દિવસો દરમિયાન ૧૦૧૦૦ ખેડૂતોને એસએમએસ કરી ટેકાના ભાવે મગફળી વેચવા બોલાવવામાં આવેલાં. માત્ર ૪૭૫ ખેડૂતો જ આવેલાં. યાર્ડમાં પૂરતાં શ્રમિકો ન હોય મગફળીની આવક બંધ રાખવી પડે છે.
  • સિક્કાના કોલસા કૌભાંડમાં વધુ એક શખ્સની ધરપકડ થઇ છે. આ શખ્સ કચ્છના સામખિયાળીનો અર્જુન મનજીભાઇ દાદલ છે.
  • જામનગરમાં ૧૦ મહિનામાં અડધાં શહેરમાં ફોલ્ટના કારણે ૨૮૯૭ વીજફીડર બંધ રહ્યા: ફરિયાદોની સંખ્યા ૬૦૦૯: જૂલાઇ માસમાં વધુ ક્ષતિઓ સર્જાઇ: વીજતંત્રની મેન્ટેનન્સ કામગીરી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે.
  • વિસ્ફોટક બલ્લેબાજી માટે જાણીતા ક્રિમ ગેલ દ્વારા ૧૦૦૦ સિકસનો વિક્રમ સ્થાપવામાં આવ્યો. આ પ્રકારનો વિશ્વનો તે પ્રથમ બેટસમેન છે. કોરોન પોલાર્ડના નામે ૬૯૦ મેક્કલુમના નામે ૪૮૫ તથા વોટસનના નામે ૪૬૭ સિકસ નોંધાયેલી છે.
  • aiimsના ડાયરેકટરની ચેતવણી: કોરોના મહામારીનો બીજો તબક્કો શરૂ થયો છે. ખાસ કરીને યુવાનો લાપરવાહી ન દાખવે
  • ભારત-અમેરિકા-જાપાન તથા ઓસ્ટ્રેલિયા આગામી દિવસોમાં સંયુકત નૌસેના કવાયત કરશે
  • સરકારની ઓઇલ કંપની ષ્છિએ ૧૩ ગણો નફો નોંધાવ્યો, બીજાં ત્રિમાસિક સમયગાળામાં રૂપિયા ૬૦૮૨ કરોડનેટ આવક
  • દેશમાં બટાટાના ભાવો અંકુશમાં લેવા સરકારે ૩૦૦૦૦ ટન બટાટા ભૂતાનથી મંગાવ્યા છે.
  • દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંકુશમાં:૮૫ દિવસ પછી પ્રથમ વખત ૨૪ કલાકમાં સક્રિય કેસની સંખ્યા ૬ લાખ કરતાં ઓછી: કુલ નોંધાયેલાં કેસો પૈકી માત્ર. ૭.૩ ટકા કેસો જ એકટીવ રહ્યા: જો કે પાટનગર દિલ્હીમાં સંક્રમણ વધ્યું છે: શુક્રવારે માત્ર ૨૪ કલાકમાં નવા ૫૮૯૧ કેસ નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ૩૦ નવેમ્બર સુધી ફરી લોકડાઉનની જાહેરાત કરવી પડી છે.
  • સતક ભારત સમૃધ્ધ ભારત, અંતર્ગત જામનગરના નહેરૂ યુવા કેન્દ્ર દ્વારા ટીડીઓ કચેરીમાં શપથ લેવામાં આવ્યા. બનેર્સ લગાવવામાં આવ્યા. દરેક તાલુકાઓમાં ૨૭-૧૦ થી ૨-૧૧ સુધી આ પ્રકારના કાર્યક્રમો જનજાગૃતિ માટે થશે
  • જામનગરના સેવા સદનમાં કલેકટર, કમિશનર, નિવાસી અધિક કલેકટર તથા કર્મચારીઓએ ૩૧ ઓકટોબર (સરદાર જયંતિ) નિતિમે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે શપથ સમારોહ યોજ્યો હતો. 
  • પ્રધાનમંત્રીએ શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી સ્વ. કેશુભાઇ પટેલના તેમજ સ્વ. મહેશ-નરેશ કનોડિયાના પરિવારજનોની મુલાકાત લઇ સાંત્વના પાઠવી છે.
  • પ્રધાનમંત્રીએ કેવડીયા કોલોની ખાતે શુક્રવારે વિવિધ પ્રોજેકટનું લોકાર્પણ કર્યું: આજે ૩૧ મી એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતા દિવસની ઉજવણી કરી: કુલ ૧૭ પ્રોજેકટના લોકાર્પણ થયા જેાં સી-પ્લેન, આરોગ્યવન, જંગલ સફારી વગેરેનો સમાવેશ થાય છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પંથકને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાના પ્રયાસો અવિરત છે.
  • અલ્હાબાદ હાઇકોર્ટે એક ચૂકાદામાં જણાવ્યું છે કે, માત્ર શાદી, લગ્ન કરવા માટે જ કરવામાં આવતું ધર્મપરિવર્તન કાયદેસર નથી
  • રાજસ્થાનની ટીમે આઇપીએલમાં ૫૦માં મેચમાં પંજાબની ટીમના વિજયરથને રોકયો છે: ૭ વિકેટથી પરાજય આપ્યો છે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...