- રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી, ગુજરાતમાં ભાજપાના ભિષ્મ પિતામહ કેશુભાઇ પટેલનું ટૂંકી બિમારી પછી અમદાવાદના સ્ટર્લિંગ હોસ્પિટલમાં ગઇકાલે ગુરૂવારે બપોરે બાર વાગ્યા આસપાસ નિધન થયા પછી, સાંજે તેઓની સ્મશાનયાત્રા યોજાઇ હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે તેઓના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હતાં.
- કાશ્મીરમાં હવે આંતકીઓનું નિશાન નેતાઓ. ભાજપાના યુવા મોરચાના મહાસચિવ ઉપરાંત અન્ય બે નેતાઓને આતંકીઓએ મારી નાંખ્યા છે. ત્રણેય નેતા સ્થાનિક કાશ્મીરી મુસ્લીમો હતાં. અગાઉ ૭ ઓકટોબરે ભાજપના નેતા ગુલામ કાદિરના ઘર પર હુમલો થયો હતો. તેઓ બચ ગયેલાં પરંતુ પીએસઓ અલ્તાફ હુશેનનું મૃત્યુ નિપજ્યું હતું.
- જામનગર શહેરમાં બુધવારે રાત્રે સમર્પણ સર્કલ તથા ખંભાળિયા ગેઇટ સહિતના વિસ્તારોમાં પોલીસે ચેકીંગ કાર્યવાહી કરી હતી: મોટાં ઓપરેશનના ભાગરૂપે ચેકીંગ છે એવી વાત અફવા પૂરવાર થઇ કારણે કે પોલીસે આ ચેકીંગને રૂટિન લેખાવ્યું છે.
- જામનગરના મહાપ્રભુજી બેઠક વિસ્તાર, બેડી તથા સમર્પણ, પંપહાઉસ નજીકના વિસ્તારોમાં દોડાવવા પડે છે પાણીના ટેન્કર: રૂપિયા ૧૧.૪૦ લાખનો ખર્ચ મંજૂર.
- કાલાવડ તાલુકાના સોરઠા ગામમાં પૂનમ વલ્લભભાઇ જરમરિયા નામની ૨૦ વર્ષની યુવતીએ ઝેર પી લેતાં મૃત્યુ થયું. તેણીને બહેન શિલ્પા સાથે બોલાચાલી થયેલી, બાદમાં આ બનાવ બન્યો છે. એવું મૃતકના ભાઇએ પોલીસમાં જાહેર કર્યું છે.
- સાધના કોલોની, પટેલ પાર્ક, નંદનવન પાર્ક, યુવા પાર્ક, ગ્રિન સિટી, વ્રજવાટિકા તથા આશિર્વાદ દીપ-૩ અને ૪ માં તથા સરદાર પાર્ક, વૃંદાવન પાર્કમાં આવતીકાલે શનિવારે પાણી નહીં મળે.
- હર્ષદમિલની ચાલી, નિલકંઠનગર, રિધ્ધિ સિધ્ધી સોસાયટી, બાઇની વાડી, નાનકપુરી તથા ચૂનાનો ભઠ્ઠો વિસ્તારમાં આજે (શુક્રવારે) પાણી વિતરણ બંધ રહ્યું હતું.
- જામનગરના ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લાંબા સમય બાદ શહેરમાં મિઠાઇની દુકાનોમાં ચેકીંગ કર્યું. ડેઝિગ્નેટેડ અધિકારી એલ.ડી. ફળદુની આગેવાનીમાં ચેકીંગ થયું. સૌ જાણે જ છે કે, ફૂડ એન્ડ ડ્રગ વિભાગ તથા મહાનગરપાલિકાની ફૂડ શાખાને "વાર્ષિક" ધોરણે મિઠાઇ સહિતના વેપારીઓ મીઠું મોઢું કરાવતા હોય છે. રૂટિન ચેકીગ થતાં રહે છે.
- ક્રિકેટના "સર" રવિન્દ્ર જાડેજાએ આઇપીએલમાં ચેન્નાઇની આબરૂં બચાવી છે. છેલ્લા ૩ બોલમાં ૨ છગ્ગા ફટકાર્યા. ૪૯ મા મેચમાં આ રીતે ચેન્નાઇએ કોલકતાને ૬ વિકેટે પરાજય આપ્યો.
- સીએ માંથી બિલ્ડર બનેલાં અમદાવાદના મનિષ શાહ (ટ્ર-વેલ્યૂ કોર્પોરેટ કંપની)ને ત્યાં ઇડીના દરોડા: કંપનીના અન્ય ડાયરેકટરોના નામો તારાચંદ મનશાની, મિતેષ સુમન શાહ તથા લક્ષ્મણ ગજજર છે.
- કોરોના કાળમાં અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલની આરએમઓ તથા ૧ ડોકટર બિલ પાસ કરાવવામાં રૂપિયા ૮ લાખની લાંચ લેતાં ઝડપાયા: કોરોના દર્દી, ડોકટર, સ્ટાફના જમવા વગેરેના બિલ (રૂપિયા ૧ કરોડ)નો મામલો. લાંચની રકમ ૮ ટકા.
- ગ્રીસ-તુર્કીમાં ૭ ની તીવ્રતાનો ભૂંકપ: ૧૮ લોકોના મોત: ભૂંકપમાં લગભગ ૫૫૩થી વધુ લોકો ઇજાગ્રસ્ત.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો