પ્રદેશ ભાજપાની સૂચના મુજબ, સોમવારે સાંજે જામનગર, દ્વારકા સહિત રાજ્યમાં પક્ષ દ્વારા શહેર-જિલ્લા પ્રમુખોની નવી નિયુકિત કરવામાં આવી છે.
જામનગર શહેરમાં પ્રમુખ હસમુખભાઇ હીંડોચાના સ્થાને ડો. વિમલ કગથરા (પૂર્વ મહામંત્રી), જિલ્લા ભાજપા અધ્યક્ષ ચંદ્રેશ પટેલના સ્થાને રમેશભાઇ મુંગરા તથા દ્વારકા જિલ્લા ભાજપાના અધ્યક્ષ કાળુભા ચાવડાની જગ્યાએ ખિમભાઇ જોગલની નિયુકિત છે.
ભાજપા સંગઠનના તમામ પદાધિકારીઓ, ચૂંટાયેલાં પ્રતિનિધિઓ વગેરેએ આ નિયુકિતઓને આવકારી છે. જામનગર શહેર ભાજપા કાર્યાલયએ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો