ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઉપક્રમે એમ્યૂઝમેન્ટ પાર્ક ખાતે નિ:શુલ્ક યોગનો કલાસ રાખવામાં આવેલો જેમાં યોગના ૧૨૫ ટે્રનર્સ આવેલાં. ૮૦ જેટલાં સાધકોએ યોગજના કલાસમાં ભાગ લીધો. મુખ્ય ટ્રેનર તરીકે ધીરજલાલ ચોવટીયા ઉપસ્થિત રહ્યા હતાં. આ તકે રાજ્ય મંત્રી હકુભા જાડેજા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ડો. પી.બી. વસોયાએ દીપપ્રાગટયથી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. આ તકે જિલ્લાના યોગ કોચ હર્ષિતા મહેતા, હર્ષાબેન કાસુન્દ્રા વગેરે હાજર રહ્યા હતાં.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો