મુખ્ય સામગ્રી પર જાઓ

શંકરટેકરી સિધ્ધાર્થ કોલોનીમાંથી શરાબ સાથે ઝડપાયો

    લોકલ ક્રાઇમ બ્રાંચના પોલિસ ઇન્સ્પેકટર કે.જી. ચૌધરીના માર્ગદર્શન પ્રમાણે બે પીએસઆઇ ગોજિયા, દેવમુરારીની ટીમે શંકરટેકરી, સિધ્ધાર્થ કોલોનીમાંથી જિતેન્દ્ર દેવજી પરમાર નામના શખ્સને શરાબની ૫૦ બોટલ સાથે ઝડપી લીધો છે. ૪૦,૦૦૦ રોકડા તથા એક નંગ મોબાઇલ પણ કબજે લેવામાં આવ્યો છે.

    આ શરાબ સપ્લાય કરનાર ગોગનભાઇ (નવાગામ ઘેડ) તથા વિજય ચાવડા (મહેશ્વરી વાસ, ત્રણ દરવાજા)ને પોલીસ શોધી રહી છે.

ટિપ્પણીઓ