જામનગર મહાનગર પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા તા. 21 અને તા. 22 ના રોજ આંતર શાળા રાસ ગરબા હરીફાઈ ટાઉનહોલ ખાતે યોજવામાં આવી હતી.
આ રાસ ગરબા સ્પર્ધામાં કુલ 2 વિભાગમાં સમિતિ સંચાલિત 44 શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં વિભાગ-1 માં 21 શાળાઓએ ભાગ લીધો હતો , જેમાં કુલ 8 કુમાર ની કૃતિ અને 12 કન્યાઓ ની કૃતિ અને એક મિશ્ર કુમાર - કન્યા સહિત કુલ 292 બાળકોએ પરંપરાગત પોશાક પહેરી કૃતિ રજૂ કરી હતી. તારીખ 22 ના રોજ વિભાગ 2 માં આંતરશાળા સ્પર્ધામાં કુલ 20 કૃતિઓ રજૂ કરાઈ હતી જેમાં 7 કુમાર કૃતિ 13 કન્યાઓએ પરંપરાગત પોશાકમાં સજ્જ થઈ કૃતિઓ રજૂ કરી હતી અને કુલ 274 બાળકોએ રાસ ગરબા હરીફાઈમાં ભાગ લીધો હતો.
વિભાગ-1 માં શાળા નંબર 44/ 51/ 40/ 60 27 /10 કુલ છ શાળા ની કૃતિ નું સિલેક્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિભાગ -૨ માં શાળા નંબર 20 /29/ 18/ 11/ 12 /31 કુલ 6 શાળાનું સિલેક્શન કરવામાં આવ્યું હતું. આ તમામ 12 કૃતિઓ તારીખ 25 ને રવિવારના રોજ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે સાંજે 5:00 વાગ્યે શહેરના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આંતરશાળા રાસ ગરબા હરીફાઈ ના છેલ્લા તબક્કામાં પોતાની કૃતિઓ રજૂ કરશે.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી , સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, શાસક પક્ષના નેતા કુસુમબેન, પંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી મધુબેન ભટ્ટ સહિતના શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સમિતિના અધ્યક્ષ મનીષ કનખરા ,ઉપાધ્યક્ષ પ્રજ્ઞાબા સોઢા, શાસન અધિકારી ફાલ્ગુની પટેલ સહિતના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો