મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગરમાં મહામતિશ્રી પ્રાણનાથજીનો 405 મો ત્રિદિવસીય પ્રાકટ્ય મહોત્સવ

    જામનગર શહેરની સુપ્રસિદ્ધ ધાર્મિક સંસ્થા શ્રી 5 નવતનપુરીધામ , ખીજડા મંદિરમાં તા . 23 સપ્ટેમ્બર, 2022 થી 25 સપ્ટેમ્બર, 2022 દરમિયાન ત્રિદિવસીય મહામતિશ્રી પ્રાણનાથજીના પ્રાકટ્ય મહોત્સવના ઉપલક્ષ્યમાં ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે .જામનગર શહેર શ્રી પ્રાણનાથજીની જન્મભૂમિ અને કર્મભૂમિ છે .

    મહામતિશ્રી પ્રાણનાથજીનો જન્મ જામનગરમાં વિક્રમ સંવત 1675 ભાદરવા વદ ચૌદશને રવિવાર ( 6 સપ્ટેમ્બર - 1618 ) ના રોજ જામરાજાના દીવાન કેશવરાયજીને ત્યાં થયો હતો . તેઓએ જામનગરથી પન્ના ( મ.પ્ર .) સુધી ધર્મયાત્રા  કરી સામાજિક જાગૃતિ , ધાર્મિક ચેતના અને રાજનીતિ ક્ષેત્રે નવા ક્રાંતિકારી મૂલ્યો પ્રસ્થાપિત કર્યા હતાં. ધર્મપ્રચાર યાત્રા દરમ્યાન 18758 ચોપાઈઓ પ્રકટી હતી. તેમનું સંકલન “ શ્રી તારતમ સાગર’’માં થયું છે . માનવીના આધ્યાત્મિક ઉત્થાનની સાથો-સાથ સમાજ સુધારણાનો ઉપદેશ આપી વિશ્વ ધર્મની બુનિયાદ ખડી કરી ભારતીય સંસ્કૃતિની ભવ્યતાને વિશ્વ કલ્યાણના મહાન સંદેશ દ્વારા વ્યક્ત કરી માનવ જાતને સાતા આપવાનો પ્રયત્ન કર્યો હતો .

    પ્રતિવર્ષે મહામતી શ્રી પ્રાણનાથજીની જન્મ જયંતી જામનગરમાં દેશ - વિદેશના હજારો ભાવિક ધર્મપ્રેમી ભક્તોની હાજરીમાં ઉજવાય છે . આ વર્ષે પણ તા.23 સપ્ટેમ્બર,2022થી ત્રિ દિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નો પ્રારંભ થનાર છે. આ મહોત્સવના પ્રારંભે કૃષિ મંત્રી રાઘવજીભાઈ સહિતના રાજકીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. આ મહોત્સવના બીજા દિવસે તા . 24 સપ્ટેમ્બર,2022 રોજ સવારે 10 કલાકે પ્રાગટ્ય મહોત્સવની મહાઆરતી, દર્શન તથા મંદિરના શિખર ઉપર નૂતન ધ્વજારોહણ થશે ત્યાર બાદ બપોરે 4 કલાકે શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિરથી વિશાળ શોભાયાત્રાનો પ્રારંભ થશે જે શોભાયાત્રા જામનગર શહેરના મુખ્ય માર્ગો પરથી ફરી મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મ સ્થાન ‘ શ્રી પ્રાણનાથ મેડી મંદિર' થઈ આ શોભાયાત્રા નગર પરિભ્રમણ કરી પુનઃ ખીજડા મંદિરે પહોંચી સંપન્ન થશે.
    તા. 25 સપ્ટેમ્બર, 2022 ને રવિવારના રોજ “ શ્રી તારતમ સાગર’’ના શ્રી 108 પારાયણની સવારે 10:30 વાગ્યે પૂર્ણાહુતિ થશે. તેમજ તા . 29 સપ્ટેમ્બર, 2022 ને ગુરુવારના રોજ મહામતી શ્રી પ્રાણનાથજી નો છઠ્ઠી ઉત્સવ ઉજવવામાં આવશે .
    જામનગરમાં આયોજિત ત્રિદિવસીય શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે કાર્યક્રમ દરમિયાન સવારે 9 થી 11:30 શ્રી તારતમવાણીની ચર્ચા થશે . બપોરે 4 થી 6:30 સત્સંગ પ્રવચનો અને રાત્રે ભજન સંધ્યા , રાસ - ગરબા , ધાર્મિક નાટક જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે જામનગર શહેર , જિલ્લા તેમજ બહાર ગામના વિશિષ્ટ અતિથિઓને આમંત્રિત કરવામાં આવેલ છે. સાથોસાથ ભારતના વિવિધ રાજ્યો તથા નેપાળ , ભૂતાન , સિક્કિમ તેમજ વિદેશથી બહોળી સંખ્યામાં અનુયાયીઓ - સુંદરસાથ હાજરી આપશે .
    ધાર્મિક વ્યાખ્યાનોમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્યશ્રી 108 કૃષ્ણમણિજી મહારાજ તથા સમગ્ર ભારતભરમાંથી પધારેલા સંતોના વ્યાખ્યાનો અને શ્રી તારતમ સાગરની ચર્ચા થશે . આ મહોત્સવના સુચારુ સંચાલન - વ્યવસ્થા માટે ટ્રસ્ટીઓની રાહબરી નીચે વિવિધ સમિતિઓની રચના કરી દેવામાં આવી છે. આ આધ્યાત્મિક મહોત્સવની જ્ઞાનગંગામાં પાવન થવા સુંદરસાથ, ધર્મપ્રેમી ભક્તોને સાદર અનુરોધ કરવામાં આવે છે.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...