મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • રાંધણગેસના બાટલાના ભાવમાં રૂપિયા ૫૦ નો વધારો ઝીંકવામાં આવ્યો છે. જામનગર જિલ્લામાં ૨ લાખ ગેસધારકો છે: કોઇ જ ગેસ એજન્સી કે પૂરવઠાતંત્ર (કલેકટર કચેરી)એ સ્પષ્ટતા કરી નથી કે આ ભાવ વધારો સબસિડીરૂપે મળશે કે કેમ? આ મુદ્‌ે લોકોમાં દેકારો.
  • ખંભાળીયામાં હમીદ જૂસબ (ઝીણાં) નામનો શખ્સ ગાંજા સાથે ઝડપાયો છે. આ ગાંજો જામનગરના હનિફ શેખ (લંગડો) (વ્હોરાના હજીરા પાસે) પાસેથી મેળવવામાં આવેલો.
  • જામજોધપુરમાં મયૂર રાજેશભાઇ ડાભી નામના વેપારીએ ગ્રાહક બનીને આવેલી એક સગીરાને દુકાનમાં બોલાવી દુષ્કર્મ આચરેલું, એવી ફરિયાદ થઇ છે. આ દુકાનદારની અટકાયત થઇ, તેનો કોરોના ટેસ્ટ તથા સગીરાની તબીબી ચકાસણી કરવાની કામગીરી હાથ ધરાઇ છે.
  • જામનગરના ભીમવાસમાં પાણી ઢોળવા બાબતે બે સંઘાર પરિવારો બાખડયા: હસીનાબેન સલીમભાઇએ અબ્બાસ જૂનુસભા છે. જૂનુસ અબ્બાસભાઇ તથા સખીના બેન જૂનુસભાઇ સંઘાર વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી.
  • દ્વારકાના બરીડયા ગામમાં ટ્રેકટર મારફત રેતીચોરી અટકાવવા ગયેલાં પોલીસકર્મીને આરોપીએ ફડાકો ઝીંકયો: મશરી કાનાભાઇ છૂછર નામના પોલીસ કર્મીએ રામભા પબાભા નાયાણી, મેરૂભા દેવુભા કારા તથા સાજણભા દેવુભા કારા, દેવુભા જીવણભા કારા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી.
  • ખંભાળીયા, ભાણવડ પંથકમાં ગોજિયા ગીતા રબારીના લગ્નનો કાર્યક્રમ સમાચારમાં: ગીતા રબારીના ડાયરામાં ટોળાં ઉમટયા: કોરોના ગાઇડલાઇન ભંગ મુદે્ સ્થાનિક તંત્રોનું મૌન: સાંસદ પૂનમબેન માડમ આ લગ્નસમારોહમાં મહેમાન હતાં.
  • ભારતીયોને ફાયદો: ટ્રમ્પ શાસનનો હ્ય૧-ભ વિઝા કાયદો અમેરિકાની અદાલતે રદ્‌ કર્યો: કોરોનાની આડમાં આ કાયદો દાખલ કરવામાં આવ્યો હતો.
  • મધ્યપ્રદેશમાંથી આવતી નર્મદા નદી મધ્યપ્રદેશમાં સૌથી વધુ પ્રદુષિત: પાણીમાં ગંદા નાળા, ગટરો ઠલવાય છે: નર્મદાનું પાણી ગુજરાતને પણ આપવામાં આવે છે.
  • ભારતમાં ૬ પૈકી ૨ વેકસીન ની હજૂ ટ્રાયલ ચાલે છે. ટ્રાયલનો અંતિમ, ત્રીજો તબક્કો છે. બાકીની ૪ રસીઓ માર્ચ પછી જ આવશે.
  • ફાઇઝર કંપનીની કોરોના વેકસીનને બ્રિટનમાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આ રસી દર્દીઓને તથા અન્ય લોકોને કેટલી સુરક્ષા આપશે? તે પ્રÅનનો જવાબ એક વર્ષ પછી મળશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...