બુધવારે ૧૦ મી ઓગસ્ટે જામનગર પોલીસ દ્વારા બંદર ખાતે આતંકવાદી પકડયાની મોકડ્રીલ યોજવામાં આવી હતી.એલ.આઇ.બી. ખાતેથી અતિ ગંભીર ઇનપુટ આપવામાં આવેલું કે, જામનગર દરિયા વિસ્તારમાંથી આતંવાદીઓ ઘૂસણખોરી કરી આતંવાદી હુમલો કરી શકે છે જે ઇનપુટ આધારે એસ.પી. દ્વારા dysp જે.એસ.ચાવડા તથા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પો.ઇન્સ. કે. કે.ગોહિલ તથા બેડી મરીન પો.સ.ઈ. સી.એમ. કાંટેલિયાને આ અંગે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અન્વયે દરિયાઈ પેટ્રોલિંગ તથા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું તે દરમ્યાન બુધવારે બપોરે બે વાગ્યે વાગ્યે જૂના બંદર થી આગળ દરિયામાં એક શંકાસ્પદ બોટ જોવામાં આવેલી જેને ઉભી રાખવા જણાવવામાં આવ્યું હતું પરંતુ તે બોટ ઉભી રહી ન હતી તેથી પોલીસે કોર્ડન કરી બોટ ઉભી રખાવવામાં આવી અને બોટ ચેકીંગ કરતા તેમાંથી ૨ શંકાસ્પદ ઈસમો મળી આવ્યાં હતાં અને બોટ અંદરથી ૨ એકે- ૪૭ ગન તથા એક બોમ્બ મળી આવ્યો હતો, જેથી બોટને બંદર પર લાવવામાં આવી હતી અને વધુ પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં આ આખી કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો