જામનગર એલસીબીના બે પીએસઆઇ આર.બી. ગોજિયા તથા બી.એમ. દેવમુરારીની ટીમે હાલાર હાઉસ નજીકથી અરૂણ યાદવ (જૂનાગઢ, મૂળ વતન ઉતરપ્રદેશ) નામના પરપ્રાંતિય શખ્સને પિસ્તોલ તથા કારતૂસ નંગ-૧ સાથે ઝડપી લીધો છે. આ શખ્સ જામનગર શા માટે આવેલો? તે જાહેર થયું નથી. તેણે આ હથિયાર ગિર સોમનાથ જિલ્લાના વાસાવડના હિતુભા ભગતસિંહ ઝાલા પાસેથી લીધું છે. આ અંગે પોલીસ તપાસ ચાલુ છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો