ભારતી સરકારી સોઇલ હેલ્થ કાર્ડસ્કીમ અંતર્ગત દેશભરમાં જમીન ચકાસણી માટે પ્રયોગશાળા બનાવવા રૂપિયા ૫ લાખનો ખર્ચ થાય જે પૈકી રૂપિયા ૩.૭૫ લાખ સરકાર દ્વારા લાભાર્થીને નાણાંકીય સહાય આપવામાં આવશે. કોઇ પણ કક્ષાએ આવી પ્રયોગશાળા સ્થાપી શકાશે. વધુ વિગતો માટે નાયબ ખેતી નિયામક, જિલ્લા સેવા સદન-૨, લાલ બંગલો જામનગર નો તારીખ ૧૧ ડિસેમ્બર સુધીમાં સંપર્ક સાધવો.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો