જામનગરની કોરોના હોસ્પિટલમાં તંત્રોએ વધુ એક વખત આગ, બચાવની મોકડ્રીલ (ડેમોન્સ્ટ્રેશન) યોજી હતી. કોરોના હોસ્પિટલમાં ધારો કે આગ લાગી છે તો તંત્ર દ્વારા કઇ રીતે બચાવ થાય તેનું નિર્દેશન કરવામાં આવ્યું.
ફાયરબ્રિગેડની ટીમ, હોસ્પિટલના સુરક્ષા કર્મીઓ, સ્ટાફ વગેરે મોકડ્રીલમાં જોડાયા હતાં. રવિવારે સવારે ૧૧ વાગ્યે યોજાયેલાં આ કાર્યક્રમમાં કલેકટર રવિશંકર, મેડીકલ કોલેજના ડીન-ઇન્ચાર્જ અધિક્ષક, ચિફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઇ વગેરે જોડાયા હતાં. સમગ્ર મોકડ્રીલ ૧ કલાક ૪૦ મિનીટ ચાલી હતી જેમાં પોલીસ અધિકારી તથા સ્ટાફને પણ જોડવામાં આવ્યા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો