ખેડૂત આંદોલનના સમર્થનમાં "આપ" દ્વારા જામનગરના લાલબંગલા સર્કલમાં ૧૪ મી ડિસેમ્બરે સવારે ૧૧ થી સાંજના ૫ સુધી ઉપવાસ આંદોલનનો કાર્યક્રમ રાખવામાં આવેલો પરંતુ સિટી બી ડિવિઝન પોલીસે આ કાર્યક્રમ વિખેરી નાંખ્યો હતો, મંડપ સંકેલી લીધો હતો. "આપ" ના હોદેદારો, કાર્યકરોની અટક કરી લીધી હતી. તેઓને બૂટચંપલ પણ પહેરવા દીધાં ન હતાં.
પોલીસની આ કાર્યવાહીને "આપ" ના શહેર પ્રવકતા રમેશ કટારમલએ તાનાશાહી, બળજબરી લેખાવી છે. તેઓ કહે છે પોલીસને આ કાર્યક્રમ અંગે અગાઉથી પાર્ટીએ જાણ કરી હતી. છતાં પોલીસે શાંતિપૂર્ણ કાર્યક્રમ વિખેરી નાંખ્યો.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો