જામનગરના સાત રસ્તા નજીક જેટકો (વીજપરિવહન) કંપનીની એક જર્જરિત ઇમારતમાં જેટકોના સિવિલ વિભાગના એક કોન્ટ્રાકટર દ્વારા પાડતોડની કામગીરી દરમ્યાન ગુરૂવારે સવારે ૩ શ્રમિકો પ્રથમ માળેથી નીચે પડયા હતાં. પાડતો દરમ્યાન ઇમારતની છત તૂટતા આ દુર્ધટના સર્જાઇ હતી.
બનાવની જાણ થતાં ૧૦૮ મારફત ત્રણ ઇજાગ્રસ્તો જીવાભાઇ ડાયાભાઇ ખરા (ઉં.૪૫), દેવાભાઇ ધાનાભાઇ ખરા (ઉં.૫૫ રે. ચંગા), પબાભાઇ ભીખાભાઇ સાગઠિયા (ઉ.૪૫, રે નરમાણા) ને જી.જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.
ગુરૂવારે સાંજે આ ઇજાગ્રસ્તો પૈકી ચંગાના દેવાભાઇ ધાનાભાઇ ખરા (ઉં.૫૫)નું સારવાર દરમિયાન મૃત્યું નિપજ્યું છે.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો