મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર


  • ઉતરપ્રદેશ હાથરસકાંડની સુનાવણી દરમ્યાન હાઇકોર્ટ ઉતરપ્રદેશ પોલીસના અધિકારીઓને ખખડાવ્યા. પીડિતાના અગ્નિસંસ્કાર મોડી રાત્રે કેરોસીન છાંટી કરવામાં આવેલાં. પીડિતાનો પરિવાર મોડી રાત્રે લખનૌથી હાથરસ પહોંચ્યો
  • ખાદ્યચીજવસ્તુઓના ભાવોમાં અસહ્ય વધારો થતાં ફૂગાવાનો આંકડો વધ્યો, રૂપિયાનું મૂલ્ય ઘટયું. છેલ્લાં ૮ મહિના દરમ્યાન આ ક્ષેત્રમાં સૌથી વધુ મોંઘવારી હાલમાં છે.
  • આઇપીએમાં ડી વિલિયર્સની માસ્ટર કલાસ બેટીંગ લાઇનથી મેચ પ્રભાવિત. તેણે ૩૩ દડમાં શાનદાર-અણનમ ૭૩ રન કર્યા
  • રામજન્મભૂમિ પછી હવે કૃષ્ણ જન્મસ્થળ વિવાદમાં: મથુરાની જિલ્લા અદાલતમાં દાવો દાખલ અરજી કહે છે, હાલની મસ્જિદના સ્થળે કૃષ્ણનું જન્મ સ્થળ છે.
  • નાણાંમંત્રી ની જાહેરાત: કર્મચારીઓ માટે એલટીસી કેશ વાઉચર સ્કીમ-કેન્દ્રનું કેપેકસ બજેટ વધાયું<, કર્મચારીઓને ફેસ્ટીવલ લોન, રાજ્યોને વ્યાજમુકત લોન
  • શાહરૂખ-આમિર-અજય દેવગણ સહિતના ૩૮ નિર્માતાઓને બેજવાબદાર રિપોર્ટીંગ બદલ રિપબ્લિક ટીવી, ટાઇમ્સ નાઉ ચેનલ વિરૂધ્ધ દિલ્હીની હાઇકોર્ટમાં કેસ કર્યો
  • ગુજરાત વિધાનસભાની આઠ બેઠકોની પેટા ચૂંટણીઓમ, મહાનગરપાલિકાની તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ ૩ મહિના પાછી ઠેલવામાં આવી
  • રક્ષામંત્રીએ કહ્યું ચીન-પાકિસ્તાન ૭ હજાર કિ.મી. લાંબી સરહદે સતત તણાવ વધારી રહ્યા છે.


  • પંજાબના ખેડૂતોનો રોષ ઠારવા કોંગ્રેસના આઠ પ્રધાનો આજે પંજાબની મુલાકતે
  • માંસ માટે પ્રાણીઓને હલાલ કરવા પર રોક લગાવવા થયેલી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે. શાકાહાર, માંસાહાર અદાતનો વિષય નથી એમ પણ કોર્ટે કહ્યું
  • ઓગષ્ટની તુલનાએ સપ્ટેમ્બરમાં નોકરીઓ વધી. રિયલ એસ્ટેટ, ઓટો, હોસ્પિટાલિટી, ટ્રાવેલ સેકટરમાં સુધારો નોંધાયો
  • વીજરખી ફાયરિંગ રેન્જમાં ૨૭ થી ૨૮ ઓકટોબરે ફાયરિંગ પ્રેકટીસ છે. જાહેર જનતાએ આ દિવસો દરમ્યાન આ વિસ્તારમાં પ્રવેશ કરવો નહીં. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એ જાહેરનામાંથી પ્રવેશ પ્રતિબંધ ફરમાવ્યો છે.


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...