મુખ્ય સામગ્રી પર જાઓ

કુરેશી જમાતખાનામાં મેડિકલ કેમ્પ યોજાયો

    જામનગરમાં ઝહેરા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા  આ કેમ્પમાં દ્વારકેશ હોસ્પિટલના નિષ્ણાંત ડોક્ટરો જેવા કે ડો. મનોજ કંડોરીયા, ડો.મોહિત સાંગાણી, ડો.સંજય હડિયા, ડો. ભાવિન ગોસાઈ, ડો.અનંત પરમાર, ડો.ચેતન મહેતા, ડો.કરણ પટેલ, ડો.પી વી કંડોરીયા,દ્વારા સેવા આપવામાં આવી હતી જેનો લાભ કુલ ૯૮૪ લોકોએ લીધો હતો.
   ઝહરા ફાઉન્ડેશનના ના સાહસને બિરદાવવા જીતુભાઈ લાલ, યુસુફભાઈ ખફી, દિગુભા જાડેજા, અલ્તાફ ભાઈ ખફી,મહેમુદભાઈ વેવારીયા, ગફારભાઈ, આનંદભાઈ ગોહિલ, ધવલભાઇ નંદા,મનોજભાઈ,પાર્થ ભાઈ,રામદેવ ભાઈ, ડૉ,જાહિદ રાઠોડ,  ઈમ્તિયાઝ ઓરેજા, તોસીફ ભાઈ ગજાઈ, ડોક્ટર નદીમ , ડોક્ટર સરફરાજ , આમદભાઈ એરંડિયા, તોસીફ ભાઈ એરંડિયા, ઈબ્રાહીમ ભાઇ , ઝાકીર ભાઈ ગરાણા, હુસેનભાઇ ખેરાણી, સાજીદ ભાઈ બ્લોચ, અક્રમભાઈ બ્લોચ,સાબિદ ભાઈ,સુરેશભાઈ, અલ્તાફભાઈ ખીરા, જુબેદાબેન ખીરા, સહારા બેન મકવાણા, હારુનભાઈ ખીરા, નેશનલ પાર્ક બોડી ના તમામ સભ્યો,  ઇશાકભાઈ કુરેશી, સામતભાઈ જોગલ, હરેશભાઈ,  અબ્રારભાઈ ગજીયા, હુસેન ભાઈ મુરીમા, ગુલઝારભાઈ, વલીમામનભાઈ બ્લોચ, રમેશભાઈ, ગનીભાઈ, આસિફભાઈ, એ હાજરી આપી હતી
     આ કેમ્પને સફળ બનાવવા ઝહેરા ફાઉન્ડેશનના ફાઉન્ડર કોન્ગ્રેસના નગરસેવિકા જેનબબેન ખફી , કેમ્પના એડવાઈઝર ડોક્ટર તારીક બ્લોચ , ઈસરત ભાઈ બ્લોચ, કેમ્પ ના ઈન્ચાર્જ મોહસીન ખાન પઠાણ, બિલાલભાઈ વાડીવાળા, વસીમભાઈ સોરઠીયા, ઇનાયત ખાન લોહાની તેમજ ઝહેરા ફાઉન્ડેશનની પૂરી ટીમ એ જહેમત ઉઠાવી હતી.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...