આઠમી સપ્ટેમ્બરે જામનગરના વાલસુરા ખાતે ડાયરેક્ટ એન્ટ્રી ઇલેક્ટ્રિકલ મિકેનિકલ તાલીમાર્થીઓની પાસિંગ આઉટ પરેડ યોજવામાં આવી હતી જેમાં 318 ખલાસીઓ નૌકાદળનાં, 27 ખલાસીઓ કોસ્ટ ગાર્ડનાં તથા ૩ ખલાસીઓ મ્યાનમાર નૌકાદળના જોડાયા હતાં. આ ખલાસીઓને ટ્રેનિંગ દરમિયાન ફિઝિકલ ફિટનેસ તાલીમ પણ આપવામાં આવી હતી.
રિઅર એડમિરલ શુબાસિસ ગંતાયેત,દ્વારા પરેડનુ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેજસ્વી તાલીમાર્થીઓને એડમિરલ રામનાથ ટ્રોફી આપવામાં આવી હતી. આ ટ્રોફી કમાન્ડીગ ઓફીસર નીતિશ સૈનીના હસ્તે આપવામાં આવી હતી. બેસ્ટ સ્પોર્ટ્સમેનનો એવોર્ડ હરિશકુમારને આપવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો