રાજ્યના કૃષિમંત્રી મંત્રી રાઘવજીભાઈ પટેલે બેડ ખાતે રૂ.1.23 કરોડના ખર્ચે બેડ - રસુલ નગર સુવિધા પથ તથા બે માઇનોર બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું.જેમાં આગામી સમયમાં રૂ.80 લાખના ખર્ચે બેડ રસુલનગર સુધીનો 880 મીટર લંબાઈ તથા 5.50 મીટર પહોળાઈનો સી.સી. રોડ તેમજ રૂ.43 લાખના ખર્ચે બે માઇનોર બ્રિજ તેમજ રોડની બંને બાજુ પેવર બ્લોક તથા બાંકડા બેન્ચનું નિર્માણ કરવામાં આવશે.ઉલ્લેખનીય છે કે આ કામગીરી પૂર્ણ થયે બેડ તથા રસુલનગર તથા આજુબાજુના ગામોને તથા ગામના વાડી વિસ્તારના રહીશોને ચોમાસા દરમિયાન પડતી મુશ્કેલીઓથી રાહત મળશે.આ પ્રસંગે મહામંત્રી કુમારપાલસિંહ રાણા, રણછોડભાઈ પરમાર, મનસુખભાઈ, ભવાનભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય વિઠ્ઠલભાઈ, વિપુલસિંહ જાડેજા, બેડ તથા રસુલનગરના સરપંચ કેશુભા જાડેજા તથા કરીમભાઈ, લગધીરસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો