મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • જામનગરના સેન્ટ્રલ બેંક રોડ પર રવિવારે રાત્રે એક બાઇક અચાનક સળગી ગયું: લોકોએ આ આગને કાબૂમાં લીધી હતી
  • જામનગર શનિવારે પ્રથમ નોરતે દેવુભાના ચોકમાં નવદુર્ગા ગરબી મંડળ, કરશન ભાઇના ચોકમાં બહુચરાજી ગરબી મંડળ, ચામુંડા ગરબી મંડળ, મારૂ કંસારા હોલ નજીક શ્રી વલ્લભી સંપ્રદાયની ગરબી, શ્રી રાંદલ અંબિકા ગરબી ખાતે પૂજા, પ્રાર્થના તથા પ્રતિકાત્મક રીતે બાળાઓએ એક રાસ લીધો હતો.
  • શનિવારે પ્રથમ નોરતે જામનગરમાં ગાયત્રી રાસગરબી મંડળ, અંબિકા કુમારિકા ગરબી મંડળ, ભારત માતા આદર્શ ગરબી મંડળ વગેરે સ્થળોએ માતાજીની પૂજા, અર્ચના કરવામાં આવી તથા નાની બાળોઓ ગરબે ધૂમી હતી
  • જામનગર જિલ્લાના બેડ તથા સોયલ ટોલ નાકા માટેનું પ્રતિબંધાત્મક જાહેરનામું. મુદત લંબાવીને તા. ૧૦ ડિસેમ્બર સુધી લાગુ પાડવામાં આવ્યું છે.
  • અમેરિકામાં ૨૪ કલાકમાં કોરોનાના વધુ ૭૦૦૦૦ કેસ: સ્લોવાકિયા દેશમાં પ્રધાનમંત્રીએ માસ ટેસ્ટીંગની જાહેરાત કરી: ભારતમાં સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું, ફેબ્રુઆરી બાદ નાબૂદ થશે કોરોના, શિયાળાના અઢી મહિના ગંભીર બની શકે છે, દેશમાં કોમ્યુનિટી ટ્રાન્સમિશન શરૂ થવાનો સરકારનો હવે એકરાર, દેશમાં કેસનો આંકડો ૭૫ લાખ થઇ ગયો છે.
  • રાજકોટ, બાબરા, ગોંડલ, મોરબી પંથકમાં રવિવારે વરસાદ પડયો: જામનગર જિલ્લામાં ધ્રોળ, જોડિયામાં વરસાદ, મોરબી, ભૂજમાં વીજળી પડવાથી બે મોત
  • અમદાવાદના પૂર્વ મેયર ભાવના દવેનું ભરતી કૌભાડં: ગ્રંથ નિર્માણ બોર્ડમાં ભત્રીજાઓ સગાંને ગોઠવી દીધાં
  • જામનગરમાં બ્રાસસ સ્ક્રેપ સાથે સંકળાયેલી એક પેઢી તથા તેની સાથે સંકળાયેલી બે પેઢીના ઇ-મેઇલ હેક કરી રૂા. ૧ કરોડની છેતરપિંડી
  • સલાયામાં બીએસએનએલ ના તમામ ૨૦૦ ફોન આઠ દિવસથી ડબલાં બની ગયા છે: સરકારી અધિકારીઓએ ખાનગી કોન્ટ્રાકરના નંબર આપી હાથ ઉંચા કરી દીધાં.
  • જામનગરના જીવાપરમાં કિરણભાઇ દયાળજીભાઇ પરમારના લગ્ન પાર્વતીબેન સાથે થયેલાં. પતિનું અવસાન થયું છે. પત્ની માવતરે છે. એક સગીર બાળક છે જેનો કબજો દાદી, કાકા પાસે છે. માતાએ બાળકનો કબજો લેવા કોર્ટમાં અરજી કરી, અદાલતે કહ્યું માતાની અરજી કાયદા મુજબ ન હોય આ સગીર બાળકનો કબજો દાદી-કાકા પાસે જ રહેશે
  • અમદાવાદમાં ત્રણ દરવાજા, પાથરણાં બજારમાં બેફામ ભીડ, કોરોના ને આમંત્રણ, મોટાંભાગના લોકો માસ્ક પહેર્યા વિનાના, ભીડને વિખરેવા સ્થાનિક તંત્રએ કોઇ જ કામગીરી ના કરી
  • સુપર સોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસે નેવીના સ્ટીલ્થ ડીસ્ટ્રોયર જહાજથી અરબ સાગરમાં નિશાન સફળ રીતે પાડ પાડયું: પરીક્ષણ સંપન્ન
  • કોલકતા નાઇટ રાઇડર્સના ફર્ન્યૂસને ૧૯ મી ઓવરમાં બાઉન્ડ્રી પર સમદનો શાનદાર કેચ ઝીલી લીધો. મેચમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો: કોલકતાએ મેચ જિતી સિઝનમાં હૈદરાબાદને બીજી વખત પરાજિત કયું<: સનરાઇઝર્સના કપ્તાન ડેવિડ વોર્નરે સૌથી ઓછી ૧૩૫ ઇનિંગમાં ૫૦૦૦ રન પૂરા કરી કોહલી-રોહિતનો રેકર્ડ તોડયો: કોહલીએ ૧૫૭ ઇનિંગસ, રૈનાએ ૧૭૩ ઇનિંગસ, રોહિતએ ૧૮૭ ઇનિંગમાં ૫૦૦૦ રન કરેલાં
  • શિક્ષણમંત્રીનો સંકેત ધોરણ ૧ થી ૮ માટેની શાળાઓ દિવાળી પછી પણ નહીં ખૂલે: ધોરણ ૯ થી ૧૨ ની શાળાઓ ખોલવા તૈયારી: ગ્રામ્ય વિસ્તારોમાં ધોરણ ૬,૭, ૮ ની શાળાઓ શરૂ કરવા વિચારણા: તમામ જિલ્લાઓમાંથી વેબિનારના માધ્યમથી અભિપ્રાયો મેળવવામાં આવશે
  • ગોરખપુરના લખનઉ, નોઇડમાં ગંગોત્રી એન્ટરપ્રાઇઝના ૧૫૦૦ કરોડના બેંક ફ્રોડ કેસમાં સીબીઆઇના દરોડા: કંપની પર બેંક લોન પડાવી લેવાનો અને અન્યત્ર રોકાણ કરવાનો આરોપ

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

વીજતંત્રની ઈન્ટરસર્કલ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ

     જામનગર વીજતંત્રનાં યજમાનપદે સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છનાં વીજતંત્રની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ માટે વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ રવિવારે જામનગરમાં મહિલા કોલેજ ખાતે કરવામાં આવ્યો. આ તકે ભારતીય વિદ્યા ભવનનાં વડા ભાનુભાઈ દોશી તથા વીજતંત્રનાં અધિક્ષક ઈજનેર કે.આર. પરીખ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં અને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો.  

છેતરપિંડીનાં ગુનાનાં બે આરોપીઓ ઝડપાઈ ગયા

       જામનગરમાં અંબર ચોકડી નજીક આવેલી યશ મોબાઈલ નામની પેઢી સાથે પેઢીનાં જ કર્મચારીઓ દ્વારા રૂ. ૨૫,૮૪,૪૦૦ ની છેતરપિંડી આચરવામાં આવી હતી, જે અંગે ૧૦ દિવસ પહેલાં પેઢીએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. રૂ. ૧૦ લાખની રોકડ તથા ૫૫ નંગ મોબાઈલના વેચાણની રકમ આરોપીઓએ પોતાનાં અંગત ઉપયોગમાં લઈ લીધી એવી ફરિયાદ પરથી પોલીસ ઇન્સ્પેકટર કે જે ભોયેના માર્ગદર્શન હેઠળ, સ્ટાફે બે આરોપીઓને ઝડપી લીધા છે.      આરોપીઓનાં નામો નૂરમામદ મહંમદસાજિદ રાજકોટીયા (મુલ્લાં મેડી) તથા મહંમદસાજિદ ઓસમાણ રાજકોટીયા છે.

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...