જામનગરનાં ચાંદીબજાર ચોકમાં ગઈકાલે ૧૫ મી ઓગસ્ટ નિમિત્તે મેયર બિનાબેન કોઠારીનાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ મહાનગરપાલિકા દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કમિશનર વિજયકુમાર ખરાડી અને ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશનોઈ જોડાયા હતાં.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી. ફળદુ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા, પૂર્વ ચેરમેન સુભાષ જોષી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ તથા ભાજપાનાં અન્ય અગ્રણીઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે શાળાનાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતાં. અને મેયરે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો