મુખ્ય સામગ્રી પર જાઓ

જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વાતંર્ત્ય પર્વની પૂર્વસંધ્યાએ સંગીત સંધ્યા યોજાઇ


    જામનગર મહાનગરપાલિકા દ્વારા ૭૬ મા સ્વાતંર્ત્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાત્રે ૮:૩૦ વાગ્યે ચાંદી બજાર ચોક વોર્ડ નંબર ૯ ખાતે દેશભક્તિ ગીત સંગીત સંધ્યા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું.
    આ સંગીત સંધ્યા જામનગરના રાજ રાણાની પાર્ટી અને સાથી કલાકારો દ્વારા દેશભક્તિ ની થીમ પર વિવિધ ગાયન રજૂ કરવામાં આવ્યા હતા મેરા રંગ દે બસંતી ચોલા તેમજ મેરે દેશ કી ધરતી જેવા દેશભક્તિ ગીતો રજૂ કરવામાં આવ્યા હતા. આ તકે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા દેશભક્તિ ગીત રજૂ કરવામાં આવ્યું હતું તેમજ બાળ કલાકારો દ્વારા દેશભક્તિ વિષયક વકતૃત્વ આપવામાં આવ્યું હતું. 
    આ સંગીત સંધ્યા કાર્યક્રમમાં ધારાસભ્ય આર.સી.ફળદુ , ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા , ડેપ્યુટી મેયર તપનભાઇ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષભાઈ કટારીયા, દંડક કેતનભાઈ ગોરાણી, કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપ અધ્યક્ષ વિમલભાઈ કગથરા તથા મ્યુનિસિપલ કોર્પોરેશનના સભ્યો જામનગર શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન બિમલ ઓઝાએ કર્યું હતું.


 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...