- ગુજરાત સરકારે થોડાં સપ્તાહો પહેલાં ઠરાવ પસાર કરી રાજ્યમાં મહાપાલિકા-નગરપાલિકા તથા જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી નવેમ્બરના બદલે ફેબ્રુઆરી સુધી પાછી ઠેલી હતી. સરકારના આ ઠરાવને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. ચૂંટણી પંચના નિર્ણયને પણ તદ્ન ગેરકાયદે-અન્યાયી લેખાવવામાં આવ્યો છે. તાજેતરમાં ૮ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી થઇ છે, તો સ્થાનિક ચૂંટણીઓ પર પ્રતિબંધ શા માટે? તેવો પ્રશ્ન પૂછાયો છે.
- રાજકોટમાં ૩૦૦ નેપાળી (વિદેશીઓ)ના આધારકાર્ડ કોઇ જ પુરાવા વિના બની ગયા: મામલો જાહેર થઇ જતાં જનસુવિધા કેન્દ્રના બે સંચાલક પ્રકાશ મારવિયા, સાગર રાણપરાની ધરપકડ: કોર્પોરેટરો નાગરિકોના ઓળખના દાખલા નાગરિકોને જોયા વિના જ કાઢી આપે છે.
- અમેરિકામાં બાઇડન જિતશે તો પાંચ લાખ ગુજરાતીઓને ત્યાંની નાગરિકતા મળવા સંભવ: ટ્રમ્પની વિદેશનનીતિથી ભારતીયો નારાજ છે.
- ફ્રાંન્સથી નીકળ્યા પછી ૩ રાફેલ યુધ્ધવિમાન ગઇરાત્રે જામનગર એરબેઝ આવી પહોંચ્યા હતાં. આજે સવારે આ વિમાનો ઇંધણ ભરી અંબાલા એરબેઝ જવા રવાના થયા છે.
- ગુજરાતમાં માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાઓ (ધોરણ ૯ થી ૧૨) દિવાળી પછી શરૂ કરવા સરકારનો નિર્ણય: બુધવારે રાજ્યના પ્રધાનમંડળમાં આ નિર્ણય લેવાયો છે. જો કે શાળાઓ શરૂ થતાં પહેલાં આરોગ્યતંત્ર સાથે મળી સરકાર બનાવશે એકશન પ્લાન: કોરોના સંબંધી તમામ સૂચનાઓનું પાલન કરવાનું રહેશે
- અમદાવાદમાં "સંપૂર્ણ ગેરકાદે" કેમિકલ ફેકટરીમાં બ્લાસ્ટથી ૧૦૦ ટન આરસીસી સ્લેબ જમીનદોસ્ત: બાદમાં આગ લાગી: ૧૨ લોકો મોતને ભેટયા: પ્રધાનમંત્રીએ આ અંગે ટિવટ કર્યા પછી સીએમ, અમદાવાદના મેયર તથા સરકારીતંત્રોએ દોડવાનું શરૂ કયું<
- આઇપીએલમાં મુંબઇ-બેગ્લોરના ૩-૩ બેટધરોએ ૪૦૦ પ્લસ રન બનાવ્યા: મુંબઇ-હૈદરાબાદના ૪-૪ બોલરોએ ૧૦ પ્લસ વિકેટો લીધી: હૈદરાબાદનો એક બેટસમેન ૪૦૦ પ્લસ રન બનાવી શકયો છે.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.


ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો