મુખ્ય સામગ્રી પર જાઓ

ચિલ્ડ્રન હોમમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે રમત ગમતના સાધનો વિકસાવવામાં આવ્યા

 

    જામનગર શહેરના સાધન કોલોની વિસ્તારમાં આવેલ સમાજ સુરક્ષા અંતર્ગત ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ ખાતે રહેતા બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે હેતુથી મેયર બિનાબેન કોઠારી દ્વારા આઉટડોર પ્લેઇંગ ઇકવીપમેન્ટસ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી જેમાંથી રૂ.૨,૫૨,૦૯૨ની કિંમતના ખર્ચે રમત ગમતના સાધનો  ચિલ્ડ્રન હોમ ખાતે વિકસાવવામાં આવ્યા છે. જેનું લોકાર્પણ મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું.

    આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે બાળકોનો સર્વાંગી વિકાસ થાય તે માટે પ્લેઇંગ ઇકવીપમેન્ટસ વિકસાવવામાં આવ્યા છે. જેથી કરીને ચિલ્ડ્રન હોમના બાળકો પણ પોતાના બાળપણનો રમતગમત થકી આનંદ માણી શકે. બાળકો પોતાના અભ્યાસની સાથે સાથે ઈત્તર પ્રવૃતિઓમાં પણ ભાગ લેતા થાય તે દિશામાં પ્રવૃતિઓ કરવા માટે પણ જિલ્લા બાળ સુરક્ષા એકમને મેયર દ્વારા સૂચનો આપવામાં આવ્યા હતા. તેમજ બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડવા બદલ સમાજ સુરક્ષા તેમજ બાળ સુરક્ષા એકમનાં અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

    આ કાર્યક્રમમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન  મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના જૂથનેતા  કુસુમબેન પંડયા, વિપક્ષ નેતા  આનંદભાઈ રાઠોડ, શહેર ભાજપ પ્રમુખ  વિમલભાઈ કગથરા, સમાજ સુરક્ષા અધિકારી  ડો. પ્રાર્થનાબેન, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી  આર. જે.શિયાર, કોર્પોરેટર  ક્રિષ્નાબેન,  હર્ષાબા,  શૈલેષ રાઠોડ,  જમનભાઈ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા કચેરી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમનાં અધિકારીઓ હાજર રહ્યા હતા. 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...