મુખ્ય સામગ્રી પર જાઓ

સંક્ષિપ્ત સમાચાર

  • દિવાળી સુધી સોનું પ્રતિ ૧૦ ગ્રામ રૂ.૫૧૦૦૦-૫૩૫૦૦ ની રેન્જમાં રહેશે: રૂપિયા મજબૂત બનશે તો સોનું રૂ.૫૦૦૦૦ ની અંદર સરકી જશે
  • સુરતમાં ડાયમંડ બુર્સ હાઇટેક બિલ્ડીંગ બની રહી છે. જે ગુજરાતની પ્રથમ હાઇટેક બિલ્ડીંગ હશે. ૪૫૦૦ ઓફિસ, ૯ ટાવર: ૭૦ ટકા કામ પૂર્ણ છે. કુલ ૬૬ લાખ સ્કવેર ફૂટમાં બાંધકામ. વિદેશની ફાયર સિસ્ટમ, ૩૪૦ કિ.મી.ની ગરમી કરતાં ૫ ડિગ્રી ઓછી ગરમીવાળું વાતાવરણ બુર્સમાં જાળવશે. નાનામાં નાનો વીજફોલ્ટ શોધી શકાશે. એક માળ પર વીજવિક્ષેપ થાય તો અન્ય માળ પર તેની અસર નહીં થાય. કુલ ૧૨૮ લિફટ. ઇમારત પર ૪૦૦ કેવી સોલાર સિસ્ટમ ૧.૮ એમએલડી તો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ
  • મહાનગરપાલિકામાં ડી.પી. કપાત માટેની સુનાવણીઓ બંધ રાખવામાં આવી છે પટેલ સમાજ, પ્લોટ ૪૯, સેવાસદન-૪ થી નાગેશ્વર, સ્વામિનારાયણનગર, નવાગામ, ગાંધીનગર
  • વિદાય લેતું ચોમાસુ સૌરાષ્ટ્ર-ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વરસાદ વરસાવશે તેવી આગાહી વચ્ચે અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં વરસાદના વાવડ છે. જામનગરમાં લો-પ્રેશરનો બફારો-ઉકાળટ છે. વરસાદની બીકને કારણે ખેડૂતવેગમાં ચિંતા છે.
  • ગુજરાતમાં ખેતીની જમીન પર સસ્તાં આવાસો બનાવી શકાય તે માટે સરકાર ખેતીની જમીન કાયદા ૬૩ એએએ માં જરૂરી ફેરફાર કરશે. તમામ લોકોને ઘરનું ઘર મળી રહેતે માટે સરકારે આ નિર્ણય લીધો છે. ત્રણ રૂમ-રસોડાવાળા મકાનો બનાવી શકાય. તે માટે બિલ્ટઅપ એરિયા ૮૦ માંથી ૯૦ ચો.મી. નો કરવામાં આવશે.
  • ગુજરાત વિધાનસભાની ૮ બેઠકની પેટા ચૂંટણી માટે કુલ ૧૩૫ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. અપક્ષોની સંખ્યા ૫૩ છે, જે શંકાઓ જન્માવે છે, પરિણામો પર અસરો કરશે. ૧૯ મી ઓકટોબર ફોર્મ પરત ખેંચવાનો દિવસ છે. બાદમાં ચિત્ર સ્પષ્ટ થશે.

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...