જામનગર એસઓજી એ મેઘપર ગામમાંથી પ્રેમચંદ્ર બ્રિજનાથ ચૌહાણ નામના શખ્સને બે કિલો ગાંજાના જથ્થા સાથે રહેણાંક મકાનમાંથી ઝડપી લીધો છે. આ ગાંજાની અંદાજીત કિંમત રૂપિયા ૨૦૦૦૦ છે. જે કલ્પેશભાઈ નામનાં વ્યક્તિ નાં મકાનમાં ભાડે રહેતો હતો. એસઓજીનાં પીએસઆઇ એ એસ ગરચરની ટીમે આ કામગીરી કરી હતી. આ શખ્સ વિરૂધ્ધ મેઘપર (પડાણા) પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ગાંજો કયાંથી અને કોની પાસેથી લીધો તેની વિગતો જાહેર થઇ નથી.
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો