મુખ્ય સામગ્રી પર જાઓ

નશામુકતિ અંગે વેબિનાર યોજાયો....

 

    સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા માદક દ્રવ્યોની માંગ ઘટાડવા, માદક દ્રવ્યો વિષે લોકોમાં જાગૃતિ લાવવા તથા ભારતને નશામુક્ત કરવા ''નશામુક્ત ભારત અભિયાન"" શરુ કરવામાં આવેલ છે. જેમાં દેશના કુલ ૨૭૨ જીલ્લાઓ ને પસંદ કરવામાં આવ્યા છે તથા રાજ્યના રાજકોટ, સુરત, અમદાવાદ, ભરૂચ, વડોદરા, મહેસાણા, પોરબંદર અને જામનગર એમ કુલ ૦૮ જીલ્લાઓને પસંદ કરવામાં આવેલ છે.

    જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીના માર્ગદર્શન હેઠળ સરકારના તમામ વિભાગો અને શૈક્ષણિક સંસ્થાઓમાં સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય દ્વારા આયોજીત ણછછ કેડેટ સાથેના ઓનલાઈન કાર્યક્રમમા જામનગર શહેરની શાળાઓ, કોલેજો તથા જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જીલ્લા બાળ સુરક્ષા એકમને અધીનસ્થ બાળ સંભાળ ગૃહો, દિવ્યાંગ કલ્યાણ સંસ્થાઓ, માનસિક રોગમાંથી સાજા થયેલ, વૃદ્ધ અંતેવાસીઓ વગેરે જેવી સંસ્થાઓના અંતેવાસીઓ અને કર્મચારીઓને વેબિનારના માધ્યમથી નશા અને કેફી દ્રવ્યોથી થનારા નુકશાન અંગે વર્કશોપનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં વેબિનારમાં સામેલ થયેલ તમામને વ્યસન મુક્તિ અંગે શપથ લેવડાવવામાં આવ્યા હતા. 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

રવિવારે દૌડના કાર્યક્રમને લીલીઝંડી આપતાં મહાનુભાવો

       ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા રવિવારે સવારે તળાવ પાળેથી રન ફોર ડેવલપમેન્ટ નામનો દૌડનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનિષ કટારિયા વગેરેએ આ તકે લીલીઝંડી આપી ત્યારે કોર્પોરેશનમાં શાસક જૂથનાં નેતા કુસુમબેન પંડ્યા તથા પૂર્વ મેયર અમીબેન પરીખ, નગરસેવકો દિવ્યેશ અકબરી, કેતન નાખવા વગેરે આ કાર્યક્રમમાં જોડાયા હતાં.

હવે જેલકર્મીઓ પણ આંદોલનના માર્ગે

     જામનગર સહિત ગુજરાતના જેલ કર્મચારીઓ પે ગ્રેડ મુદ્દે  મેદાનમાં આવ્યા છે. તેઓએ આજે સોમવારથી હડતાળ શરૂ કરી છે. આ અગાઉ તેઓએ એક બેઠક યોજી હતી જેમાં હડતાળ અંગે જેલ કર્મીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  

શ્રી પ્રાણનાથજી પ્રાગટ્ય મહોત્સવની વિશાળ શોભાયાત્રા

     જામનગરમાં મહામતી શ્રી પ્રાણનાથજીના 405 મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે શનિવારે જામનગરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. જામનગરના રાજાશાહી વખતના દિવાન અને લોહાણા સમાજમાં પ્રગટેલા મહામતી શ્રી પ્રાણનાથજીના જન્મોત્સવમાં મોટી સંખ્યામાં દેશ વિદેશ ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ કૃષ્ણ પ્રણામી ધર્મના સુંદરસાથ અનુયાયીઓ દ્વારા શ્રી 5 નવતનપુરી ધામ ખીજડા મંદિર ખાતેથી વિશાલ શોભાયાત્રા યોજવામાં આવી હતી. આ શોભાયાત્રા ખીજડા મંદિરથી નીકળી હવાઈ ચોક, સેન્ટ્રલ બેન્ક, ચાંદી બજાર થઈ રતનબાઈ મસ્જિદ  નજીક આવેલ ગણેશ ફળીમાં  પ્રાણનાથજીના પ્રાગટ્ય સ્થળ શ્રી પ્રાણનાથજી મેડી મંદિર ખાતે પહોંચી વર્તમાન શ્રીકૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજ, પૂ. લક્ષ્મણદેવજી મહારાજ, ચંદન સૌરભજી મહારાજ, પ્રકશાનંદજી મહારાજ સહિતના સંતો મહંતોની ઉપસ્થિતિમાં આરતી અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું બાદમાં આ શોભાયાત્રા સજુબા સ્કૂલ, પંજાબ નેશનલ બેંક, બેડી ગેઇટ વિસ્તાર, પંચેશ્વર ટાવર પહોંચી હતી જ્યાં લોહાણા મહાજન સમાજના પ્રમુખ જીતુભાઈ લાલ અને મંત્રી રમેશભાઈ દતાણી તેમજ અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું આતશબાજી અને ...