જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાના વિશ્વાસથી વિકાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જિલ્લાના ૫૬.૩૩ કરોડથી વધુના ખર્ચે વિવિધ ૧૯ કામોનું મંત્રીના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી દેશના ગૃહમંત્રી અમિતભાઇ શાહ તથા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જોડાયા હતા.
રૂ.૬.૬૪ કરોડના ખર્ચે સિક્કા વોટર સપ્લાયનું કામ, રૂ.૫.૪૦ કરોડના ખર્ચે બુટાવદર, સંગચિરોડા, મોટી ભરાડ, કલ્યાણપુર, શેઠવડાળા રોડ, રૂ.૨.૭૦ કરોડના ખર્ચે ડોઢિયા-ખોજા બેરાજા રોડ, રૂ. ૨.૬૦ કરોડના ખર્ચે નાની નાગજાર -સોરઠા રોડ, રૂ.૨.૫૦ કરોડના ખર્ચે નાની ખાવડી-મૂંગણી રોડ, રૂ.૨.૪૫ કરોડના ખર્ચે અંબાલા-કોયલી રોડ, રૂ.૨.૨૦ કરોડના ખર્ચે વસઈ-આમરા-જીવાપર-ડોઢિયા રોડ, રૂ.૨ કરોડના ખર્ચે ચંદ્રગઢ થી ચંદ્રગઢ પાટીયા રોડ, રૂ.૨ કરોડના ખર્ચે સોગઠી-સ્ટેટ હાઇવે રોડ, રૂ.૧.૮૦ કરોડના ખર્ચે લોઠિયા-ખોજાબેરાજા રોડ, રૂ.૧.૬૦ કરોડના ખર્ચે આમરા-શાપર રોડ, રૂ.૧.૫૦ કરોડના ખર્ચે મોટી બાણુંગર-સ્ટેટ હાઇવે રોડ, રૂ.૧.૩૦ કરોડના ખર્ચે સોરઠા રોડ, રૂ.૧.૪૭ કરોડના ખર્ચે શહેરી સડક યોજના અંતર્ગતના કામો નો સમાવેશ થતો હતો.
આ પ્રસંગે ધારાસભ્ય આર.સી.ફળદ, મેયર બીનાબેન કોઠારી હાપા માર્કેટીંગ યાર્ડના ચેરમેન પ્રવિણસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર તપનભાઈ પરમાર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મનીષ કટારીયા, કલેક્ટર ડો.સૌરભ પારધી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, રમેશભાઈ મુંગરા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા સહિત બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો